નરેન્દ્ર મોદી સરકારે તેની અવધિ દરમિયાન એકપછી એક અનેક કઠોર પગલા લીધા છે. જેનાથી સાબિત થાય છે કે યોગ્ય દિશામાં યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે. દેશની સુરક્ષા અને દેશની અર્થવ્યવસ્થાના હિતમાં જ્યારે પણ જરૂર દેખાઇ ત્યારે પગલા લેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૪માં સત્તા સંભાળી લીધા બાદ જ સતત પગલા લેવામાં આવ્યા છે. નોટબંધી, જીએસટી, ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક અને હવે પુલવામા બાદ હવાઇ હુમલા પોકમાં કરીને સરકારે સાહસી સરકાર હોવાના પુરાવા આપ્યા છે.
વર્ષ ૨૦૧૪માં જ્યારે આ સરકારે સત્તા સંભાળી લીધી હતી ત્યારે જનતાની આશા આસમાને હતી. ૩૦ વર્ષ બાદ કેન્દ્રમાં કોઇ પાર્ટીને એકલા હાથ પ્રચંડ બહુમતિ મળી હતી. આ મજબુત સરકાર પાસેથી કેટલાક મોટા ફેરફારની અપેક્ષા દેશના લોકો રાખી રહ્યા હતા. ખુદ મોદી અને તેમના સાથીઓ દ્ધારા વચન પણ આપવામાં આવ્યા હતા. આજે એ વચનો પર સરકારને કસવામાં આવે તો જાણી શકાય છે કે ટીમ મોદીએ અપેક્ષા મુજબ અનેક સાહસિક પગલા ચોક્કસપણે લીધા છે. જેમાં નોટબંધી અને જીએસટીનો સમાવેશ થાય છે. ખાસ કરીને નોટબંધીના નિર્ણયનમી સાથે કેટલાક જાખમ રહેલા હતા. આના કારણે રાખવામાં આવેલી અપેક્ષાને લઇને કેટલાક જરૂરી આંકડા હજુ સુધી જારી કરવામાં આવ્યા નથી. પરંતુ એક બાબત તો ચોક્કસપણે માની શકાય છે કે આના કારણે દેશના લોકોનુ વલણ રોકડથી દુર ચોક્કસપણે થયુ છે. મોટા ન નહી નાના કારોબારીઓ પણ ડિજિટલ પેમેન્ટની દિશામાં આગળ વધી ગયા છે. ઓનલાઇન ટ્રાઝિક્શનનો પણ વધી રહ્યો છે.
આવી જ રીતે તમામ શરૂઆતી અડચણો બાદ જીએસટી વ્યવસ્થાએ દેશની અર્થવ્યસ્થાને બદલી નાંખી છે. ફેક્ટરીથી લઇને સામાન્ય ગ્રાહકો સુધી મોટા ભાગની લેવડદેવડ હવે ઓન રેકોર્ડ થાય છે. આ બંને ઉપાયના કારણે ટેક્સની જાળમાં આવનાર લોકોની સંખ્યામાં ચોક્કસપણે વધારો થયો છે. આમાં ભવિષ્યમાં વધુ વધારો થશે. રાજદ્ધારી મોરચે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સક્રિયતાના કારણે વિશ્વની સામે ભારતની એક મજબુત છાપ ઉભી થઇ છે. વડાપ્રધાને જે રીતે વિશ્વના દેશો સાથે આત્મીય અને અનૌપચારિક સંબંધ સ્થાપિત કર્યા છે તે પોતાનામાં એક નવી બાબત ચોક્કસપણે છે. આનો લાભ એ થયો છે કે દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયના લોકોને ઓક ઓળખ મળી ગઇ છે. પરંતુ એક વચન મોદી સરકાર પાળી શકી નથી તે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાની આપવા સાથે સંબંધિત છે. સરકારની વિચારધારા છે કે માત્ર નોકરીને જ રોજગાર તરીકે ગણવામાં ન આવે. પરંતુ આુ એ વખતે શક્ય છે જ્યારે મોટી સંખ્યામાં લોકોને સ્વરોજગારના સાધન ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્ટાર્ટ અપ યોજનના મારફતે આ દિશામાં એક પ્રયાસ ચોક્કસપણે થયા છે પરંતુ તેલહેર બે વર્ષ સુધી પણ ચાલી શકી નથી. સૌથી વધારે રોજગારી આપનાર રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત કફોડી બનેલી છે. આ સદીમાં સૌથી વધારે નોકરી મધ્યમવર્ગીય ટેલિકોમ સેક્ટરમાં મળે છે.