નવી દિલ્હી : ભારતીય હવાઇ દળ દ્વારા આજે સવારે ભીષણ હવાઇ હુમલા કરવામાં આવ્યા બાદ દેશભરમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દેશના લોકોંમાં ગર્વની ભાવના જાવા મળી હતી. સવારથી જ હુમલા અંગે માહિતી મળ્યા બાદ દેશના લોકો ખુશ થઇ ગયા હતા. તેમનામાં ગર્વની લાગણી ફેલાઇ ગઇ હતી. તમામ રાજકીય પક્ષોએ જુદી જુદી રાજકીય પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તમામ પક્ષોએ ખુશી વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું હતુ.
આતંકવાદીઓને બોધપાઠ ભણાવવાની માંગ ઉઠી રહી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલો થયા બાદ Âટ્વટ મારફતે પોતાની આકરી પ્રતિક્રિયા આપી હતી. એ વખતે મોદીએ કહ્યું હતું કે, સીઆરપીએફના જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે સમગ્ર દેશના લોકો ઉભા છે. બીજી બાજુ સુરક્ષા રણનીતિ ઉપર પણ ચર્ચાઓનો દોર શરૂ થઇ ગયો છે. વિસ્તૃત વાતચીતનો સિલસિલો યથાવતરીતે જારી રહી શકે છે. ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને આતંકવાદીઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. પુલવામા હુમલા બાદ કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને બોધપાઠ ભણાવવામાં આવશે.