નવ દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના પોકમાં ચાલી રહેલા તમામ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કર્યા હતા. ઉરી બાદ કરવામા આવેલા હુમલા કરતા આ વખતે ખુબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા.હવાઇ હુમલાની સાથે સાથે નીચે મુજબ છે
- હવાઇ હુમલાનો ગાળો ૨૧ મિનિટ સુધી ચાલ્યો હોવાનો દાવો કરાયો
- ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કર્યા હતા
- પાકિસ્તાનના પોકમાં ચાલી રહેલા તમામ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કર્યા હતા.
- ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા.
- ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જારદાર હુમલો કરવામાં આવ્યો હતો.
- ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા.
- અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી.
- હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી.
- પુલવામા હુમલો કરવામાં આવ્યાના ૧૨ દિવસ બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા