નવીદિલ્હી : ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીમાં સામેલ થયેલા શંકરસિંહ વાઘેલાએ આજે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું જેના કારણે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, પુલવામા આતંકવાદી હુમલા જાણી જોઇને કરાયો હોય તેમ લાગે છે. વાઘેલાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર દુખ દેખાતું નથી તેનાથી પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. કોંગ્રેસ, ભાજપ, રાજપા, જનવિકલ્પ પાર્ટી બાદ એનસીપીમાં સામેલ થયેલા વાઘેલાએ વડાપ્રધાનની ઝાટકણી કાઢી હતી. દેશના જવાનો શહીદ થઇ રહ્યા છે ત્યારે વડાપ્રધાન કઈ રીતે હસી શકે છે.