લખનૌ : સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ઉત્તરપ્રદેશમાં ઐતિહાસિક ગઠબંધન કર્યા બાદ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ સાથે મળીને ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીની તૈયારીમાં રહેલી બંને પાર્ટીઓ આ પહેલા ઉત્તરપ્રેદશમાં ૮૦માંથી ૭૫ સીટો ઉપર સાથે મળને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ત્રણ સીટો બાલાઘાટ, ટિકમગઢ અને ખજુરાહો પણ પોતાના ઉમેદવારોને ઉતારશે જ્યારે અન્ય તમામ સીટો ઉપર બસપના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. બીજી બાજુ ઉત્તરાખંડમાં સમાજવાદી પાર્ટી માત્ર એક સીટ ઉપર ચૂંટણી લડશે જેમાં પોંડીગડવાલનો સમાવેશ થાય છે.
બાકી તમામ સીટો ઉપર બસપના ઉમેદવારો મેદાનમાં ઉતરશે. સોમવારના દિવસે બંને પાર્ટીઓ દ્વારા ગઠબંધનની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં ૨૯ અને ઉત્તરાખંડમાં લોકસભાની પાંચ સીટો છે. આ દ્રષ્ટિથી મધ્યપ્રદેશમાં સપા ત્રણ અને બસપ ૨૬ સીટો પર લડશે. ઉત્તરાખંડમાં સપા એક અને બસપા ચાર સીટો ઉપર લડશે. ગયા મહિનામાં જ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. લોકસભાની ચૂંટણી માટે જારી કરવામાં આવેલી ૭૫ સીટોની યાદીમાં બસપાને સીટો વધારે મળી છે. બસપાને ૩૮ અને સપાને ૩૭ સીટો મળી છે. આ ગઠબંધનથી સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ ખુશ દેખાઈ રહ્યા નથી. મુલાયમસિંહ યાદવ માને છે કે, સમાજવાદી પાર્ટીને આના લીધે નુકસાન થઇ શકે છે. પુત્ર અખિલેશ યાદવના નિર્ણયને લઇને મુલાયમે નારાજગી પણ વ્યક્ત કરી છે.
અખિલેશ ઉપર પ્રહાર કરતા મુલાયમે ગયા સપ્તાહમાં જ કહ્યું હતું કે, ગઠબંધનને લઇને જા વાત તેઓએ કરી હોત તો ઘણી બાબતો બદલાઈ ગઈ હોત. સમાજવાદી પાર્ટીને તેમની પાર્ટીના લોકો જ ખતમ કરી રહ્યા છે. બીજી બાજુ પોતાની પાર્ટીના વર્તનને લઇને મુલાયમસિંહ નાખુશ દેખાઈ રહ્યા છે. મોદી સરકારની વધતી જતી તાકાતને ધ્યાનમાં લઇને ઉત્તરપ્રદેશમાં ભાજપના દેખાવને રોકવા ાટે સપા અને બસપાએ હાથ મિલાવ્યા છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે છે. છેલ્લી લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો. હાલમાં કેન્દ્રમાં મોદી સરકાર અને રાજ્યમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની બહુમતિ સાથેની સરકાર છે. આવી સ્થિતિમાં સપા અને બસપા અÂસ્તત્વને ટકાવી રાખવા માટે હાથ મિલાવી રહ્યા છે. મોદી આ ગઠબંધનને મહામિલાવટ તરીકે પણ જણાવે છે.