દેશના મોટા ભાગના વિસ્તારોમાં બોર્ડ પરીક્ષા હવે શરૂ થઇ રહી છે. કેટલાક રાજ્યોમાં પરીક્ષા શરૂ થઇ ચુકી છે. આવી સ્થિતીમાં પરીક્ષા ટેન્શનમુક્ત રહે તે જરૂરી છે. આના માટે ઘરમાં માહોલને પણ સાનુકુળ રાખવામાં આવે તે જરૂરી છે. શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ખુબ શાંતિપૂર્ણ રીતે અને કોઇ ભય વગર તૈયારી કરવા પર ધ્યાન આપે તે જરૂરી છે.પરીક્ષાના ગાળા દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે. તેમના ટાઇમ ટેબલ પર વાલીઓ ખાસ ધ્યાન આપે તે જરૂરી છે. પરીક્ષા અને શિક્ષણ કોઇ પણ રીતે બોજ અને ટોર્ચર સમાન ન બને તે માટે વર્ષોથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ જ્યારે પણ કોઇ મોટી પરીક્ષા અને તેના પરિણામ જાહેર કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના બનાવો બને છે.
ગયા વર્ષે પણ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ દિલ્હીમાં ત્રણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. દેશભરમાં મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થીઓ પણ ઓછા નંબર આવવાના કારણે હતાશ થયા હતા. હકીકતમાં ગયા વર્ષે નવ વર્ષના લાંબા ગાળા બાદ ફરજિયાત પણે ૧૦માં ધોરણમાં બોર્ડની પરીક્ષાની વાપસી થઇ હતી. કદાચ આની જ અસર હેઠળ પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. છેલ્લા છ વર્ષમાં પ્રથમ વખત દેશભરમાં દસમાં ધોરણનુ પરિણામ ૯૦ ટકાથી ઓછુ રહ્યુ હતુ. ગયા વર્ષે પરિણામ ૮૬.૭૦ ટકા રહ્યુ હતુ. જ્યારે વર્ષ ૨૦૧૭માં સીબીએસઇમાં ધોરણ-૧૦નુ પરિણામ ૯૩.૦૬ ટકા રહ્યુ હતુ. યાદ રાખવા જેવી ચીજ છે કે વર્ષ ૨૦૦૯-૧૦માં યુપીએ સરકારે દસમાંમાં બોર્ડની પરીક્ષાને વૈકÂલ્પક બનાવી દીધી હતી. વિદ્યાર્થી બોર્ડમાં પરીક્ષા આપશે કે પછી સ્કુલમાં પરીક્ષા આપશે તે બાબત વિદ્યાર્થી પર છોડી દેવામાં આવી હતી. આનો ફાયદો એ થયો હતો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની સ્કુલમાં જ વધારે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપતા હતા. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આ દિશામાં વિચારણા શરૂ કરવામાં આવી હતી.
મોદી સરકારે સ્કુલી પરીક્ષાને બાળકોના અભ્યાસ માટે નુકસાનકારક તરીકે ગણાવીને આ સુવિધા ખતમ કરી નાંખી હતી. સીબીએસઇમાં ધોરણ-૧૦ની પરીક્ષાને ફરજિયાત પણે બોર્ડની પરીક્ષામાં બદલી નાંખી હતી. જાણકાર શિક્ષણશા†ી કહે છે કે દસમાં ધોરણની પરીક્ષા આપતી વેળા વિદ્યાર્થીઓ હમેંશા પોતાની લાઇફના સૌથી સંવેદનશીલ દોરમાં હોય છે. આજ વયમાં મન પર પડનાર અસહનીય દબાણ બાળકના જીવનને તહસ નહસ કરી શકે છે. જેથી પહેલા પણ દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની ઘટના વધારે બનતી હતી. જેથી તેમના પરથી બોર્ડનુ દબાણ ઘટાડી દેવામાં આવ્યુ હતુ. તેની પાછળ એવી આશા રાખવામાં આવી રહી હતી કે બાળકો દબાણમુક્ત થઇને અભ્યાસ કરશે. સાથે સાથે સારી રીતે અભ્યાસ કરી શકશે. એમ પણ ભારત જેવા દેશમાં ૧૦ ધોરણની પરીક્ષા પાસ કરવાને લઇને નોકરી મેળવી લેવા સુધીના સફર સુધી પહોંચી જવા માટે ભારે મહેનત કરવી પડે છે. આ સંઘર્ષની શરૂઆત થોડાક વધુના સમયમાં થાય તો કોઇ નુકસાન નથી.
હવે કેટલાક લોકો એવા અભિપ્રાય પણ ધરાવે છે કે ૧૪-૧૫ વર્ષની વયમાં તેમને ભાવિ સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. આવી વિચારધારા ધરાવનાર નિષ્ણાંતો સીબીએસઇમાં બોર્ડની પરીક્ષાને ફરજિયાત કરવામાં આવે તેની તરફેણ કરી રહ્યા હતા. આવી જ વિચારધારાનુ પરિણામ છે કે અમારી સમગ્ર પરિક્ષા પ્રણાલીમાં કોઇ પણ બાબત સિખવા, જ્ઞાન મેળવી લેવા જેવી ચીજ રહી નથી. બાળકને નાની વયથી જ અભ્યાસક્રમને રટી કાઢવા માટે કહેવામાં આવે છે. આ પ્રક્રિયા વહીવટી પરીક્ષાની વય નિકળી જવા સુધી જારી રહે છે. આ નવી પેઢી સાથે એક પ્રકારના અન્યાય સમાન છે. અભ્યાસને યંત્રણામાં બદલી નાંખવાના પ્રયાસ થવા જાઇએ નહી. બાળકોને અભ્યાસની મજા લેવા માટે તક મળે તે જરૂરી છે.
ધોરણ-૧૨માં આવી ગયા બાદ બાળકો થોડાક પરિપક્વ બની જાય છે. જેથી કેટલાક અંશ સુધી દબાણ ઝીલી લે છે. પરંતુ ધોરણ-૧૦માં ફેરવિચારણાની શક્યતા રાખવી જાઇએ.પરીક્ષા કોઇ પણ રીતે ટોર્ચર તરીકે ન બને તે જરૂરી છે. પરીક્ષાને ટેન્શનમુક્ત બનાવવા માટેની દલીલો વર્ષોથી કરવામાં આવી રહી છે અને આ દિશામાં પહેલ પણ થઇ ચુકી છે.