નવી દિલ્હી : કામકાજ કરનાર ભારતીયોને આગામી નાણાંકીય વર્ષથી ઈન્સ્યોરન્સની ખરીદી પર ઓછી રકમ ખર્ચ કરવાની ફરજ પડશે કારણ કે ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી લાઈફ કવરના ખર્ચની સમીક્ષા માટે મૃત્યુદરના આધુનિક આંકડાને ધ્યાનમાં લેવામાં આવશે. આજ કારણસર ૨૨થી ૫૦ વર્ષની વયના લોકોને પહેલી એપ્રિલ બાદથી સસ્તામાં ટર્મ પ્લાન મળી શકશે. તે વખતે નવા આંકડાન આધારે ટર્મ પ્લાનની શરૂઆત થશે. એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના મુખ્ય કારોબાર અધિકારી સંજીવ પૂજારીએ કહ્યું છે કે પ્રિમિયમ કંપની ખાસના અનુભવના આધાર પર હોય છે. તેમાં ઘટાડો પણ કરવામાં આવી શકે છે. મોટેબિલિટી ટેબલ (મૃત્યુદર)માં ઈન્ડસ્ટ્રીનો અનુભવ જાવા મળે છે.
તેમણે કહ્યું હતું કે કેટલાક દેશોમાં તેમાં દર વર્ષે ફેરફાર થાય છે પરંતુ ભારતમાં દર પાંચમાં અને છઠ્ઠા વર્ષે ફેરફાર કરવામાં આવે છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ એક્સ્ચુઅરેન્જ ઓફ ઈન્ડિયા તરફથી પ્રકાશિત કરવામાં આવેલા સુધારેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૧૨-૧૪ થી જાણવા મળે છે કે ૨૨થી ૫૦ વર્ષની વયની અંદર ઈન્સ્યોરન્સ લેનારનો મૃત્યુદર ચારથી ૧૬ ટકા ઓછો છે.
ઈન્ડસ્ટ્રી પહેલા લાઈફ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટની પ્રાઈઝિંગ નક્કી કરવા માટે ૨૦૦૬-૦૮ના રેફરન્સ ફ્રેમનો ઉપયોગ કરતા હતા. અલબત્ત, નવા આંકડા પર આધારીત કિંમત નક્કી કરતી વેળા પ્રક્રિયામાં વરિષ્ઠના ઈન્સ્યોરન્સ કવર પર પ્રિમિયમ વધી શકે છે. ટેબલથી જાણવા મળે છે કે ૮૨થી ૧૦૫ની વયના લોકોના મૃત્યુદરમાં ૩ થી ૨૧ ટકાનો વધારો થયો છે. ટેબલમાં એમ પણ જાણવા મળ્યું છે કે ઈન્સ્યોરન્સ લેનાર મહિલાઓના મૃત્યુદરમાં ઘટાડો થયો છે.