આમાં કોઇ શંકા નથી કે સ્થુળતા અનેક બિમારીને આમંત્રણ આપે છે. સ્થુળતાના કારણે માત્ર ગંભીર બિમારીને જ આમંત્રણ મળતુ નથી બલ્કે સેક્સ લાઇફને પણ નુકસાન થઇ રહ્યુ છે. સ્થુળતાના કારણે હાઇપરટેન્સન, ડાયાબિટીસ અને કેન્સર જેવી બિમારીને આમંત્રણ આપે છે. જો કે હવે સેક્સ લાઇફને નુકસાન થઇ રહ્યુ હોવાના હેવાલ પણ મળી રહ્યા છે. ન્યુયોર્કના બફલો યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્થુળતાના કારણે પુરષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોનનુ સ્તર ઘટી જાય છે.તમામ લોકો જાણતા નથી કે ટેસ્ટોસ્ટેરોન હાર્મોન પુરૂષોમાં સેક્સની ઇચ્છા વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. જા આ હાર્મોનનુ સ્તર ઘટી જાય છે તો તેમની સેક્સ ડ્રાઇવ ઘટી જાય છે. મધર્સ લેપ આઇવીએફ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ શોભા ગુપ્તાએ કહ્યુ છે કે સેક્યુઅલ પરફોર્મન્સ માટે પણ સ્ટેમિના ખુબ જરૂરી છે. જા કે સ્થુળતાના કારણે સ્ટેમિના પર પ્રતિકુળ અસર થાય છે. સ્થુળતાના કારણે પુરૂષોના પ્રાઇવેટ પાર્ટમાં લોહીનુ પ્રમાણ યોગ્ય રીતે પહોંચી જતુ નથી.
જેથી ત્યાં લોહીની કમી થાય છે. ટેસ્ટોસ્ટેરોન હાર્મોન પુરૂષોના પ્રાઇવેટ પાર્ટના હાડકાને મજબુત બને છે. સાથે સાથે તેના વિકાસમાં ઉપયોગી બને છે. પોતાને તરોતાજા રાખવા અને ટેન્શનને દૂર કરવા માટે નિયમિત સેક્સ એક સારો વિકલ્પ છે. સેક્સથી શરીરમાં પેદા થનાર એસ્ટ્રોજન હાર્મોન ઓસ્ટીયોપોરોસિસ નામની બિમારી નહીં થવા દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. સેક્સના કારણે એન્ડોરફિન હાર્મોનનું કદ વધી જાય છે જેનાથી સ્કીનની ખૂબસુરતી વધી જાય છે. એસ્ટ્રોજન હાર્મોન શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શરીરની સુખસુવિધાઓને વધારવામાં ઉપયોગી છે. શરીરને આનંદની લાગણી આ હાર્મોનના કારણે થાય છે. સફળ અને નિયમિત રીતે સેક્સ કરનાર દંપત્તિ વધારે સ્વસ્થ જાવા મળ્યા છે. તેમની ખૂબસુરતી પણ લાંબા સમય સુધી ટકી રહે છે.
તેમનામાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધારે રહે છે. સેક્સથી દૂર રહેનાર લોકો સંકોચ અને અપરાધની ભાવના અનુભવ કરે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સેક્સના લીધે શારીરિક ઊર્જા ખર્ચ થાય છે જેના કારણે ચરબીને ઘટાડવામાં પણ મદદ મળે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એક વખત સેક્સથી ૫૦૦થી ૧૦૦૦ કેલોરી ઊર્જા ખર્ચ થઈ જાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સેક્સવેળા કરવામાં આવેલા ચુંબનથી નવ કેલોરી ઉર્જા બર્ન થાય છે. તબીબો અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સેક્સ પ્રવૃત્તિ સ્વસ્થ માનસિકતા જાળવી રાખવામાં પણ ઉપયોગી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આના લીધે શરીરમાં ઘણા પ્રકારના હારમોન પેદા થાય છે જે શરીરને સ્વસ્થ અને ખૂબસુરત રાખવામાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે. આ અગાઉ વૈજ્ઞાનિકો આ બાબત સાબિત કરી ચૂક્યા છે કે સેક્સ ઘણા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. હેલ્થ અને બ્યુટીને જાળવી રાખવામાં પણ ઉપયોગી થાય છે.તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સારી સેક્સ લાઈફ આયુષ્યને વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.
અમેરિકાના વય વિરોધી નિષ્ણાંત ડાક્ટર ઇરીક બ્રેવરમેને તેમના નવા પુસ્તક યંગર (સેક્સીયર) યુમાં ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે સારી સેક્સ લાઈફ માત્ર આયુષ્યને જ વધારવામાં ઉપયોગી નથી બલ્કે વધુ યુવા દેખાવામાં તથા ખુશખુશાલ અનુભવ કરવામાં પણ મહત્વની ભૂમિકા અદા કરે છે. પુસ્તકમાં તેમણે એમ પણ કહ્યું છે કે સેક્સના લીધે માત્ર હારમોનના સ્તરમાં જ વધારો થતો નથી. બલ્કે ડિમાંગની કામગીરી, હાર્ટની સ્થિતિ અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ ઉપયોગી ભૂમિકા અદા કરે છે. પુસ્તકમાં બ્રેવરમેને જણાવ્યું છે કે કોફી પણ ઘટતી જતી સેક્સ શક્તિને ઘટાડવામાં ઉપયોગી ભૂમિકા અદા કરે છે. બ્રાઉન રાઇસ ખાવાથી પણ ઘટતી જતી સેક્સ શક્તિને અટકાવવામાં મદદ મળે છે. બ્રેવરમેને પુસ્તકમાં અન્ય ઘણી મહત્વની બાબતનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ અભ્યાસમાં જણાવ્યું છે કે સપ્તાહમાં ત્રણ અથવા વધુ વખત સેક્સ હાર્ટ એટેકના જાખમને ઘટાડવામાં મદદ કરે છે અથવા તો પુરુષોમાં સ્ટ્રોકના હુમલાઓને ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તાજેતરના અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે સેક્સથી ઇન્ફેક્સન સામે લડતા સેલ્સની સંખ્યામાં પણ ૨૦ ટકા સુધીનો વધારો કરે છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટી વયના પુરુષોમાં વધારે સેક્સ પ્રવૃત્તિથી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો પણ ટળે છે. તબીબોના જણાવ્યા મુજબ બ્રેન અને શરીરના અન્ય ભાગો માટે પણ ઘણા મહત્વપૂર્ણ સૂચનો પણ કરવામાં આવ્યા છે.