જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ પડોશી દેશોના વલણને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. કમનસીબ રીતે ભારતના પડોશી દેશો નિષ્પક્ષ ન હોવાના કારણે આજે એક પછી એક સમસ્યા આવી રહી છે. જેમાં ત્રાસવાદના દુષણનો સમાવેશ થાય છે. પડોશી દેશો અને ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના નિરાશાજનક વલણના કારણે આજે એકપછી એક સમસ્યા ઉભી થઇ રહી છે. ત્રાસવાદ ખતરનાક પડકાર બનવા માટેના કારણ પડોસી દેશોનુ વલણ છે. પાકિસ્તાન અને ચીને વિશ્વના દેશોની આંખાં ધુળ નાંખીને ત્રાસવાદીઓ સામે પગલાના મામલે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા છે.
જેથી ભારતને ત્રાસવાદના દુષણને રોકવામાં સફળતા મળી રહી નથી. ચીનની બેલ્ટ એન્ડ રોડની પોલીસી હેઠળ ભારતે આ પ્રકારની તૈયારી કરી છે. ચીનની આક્રમક નિતી સામે ભારતે હવે પડોશી પહેલાની નીતિ પર કામ શરૂ કર્યુ છે. હાલના વર્ષોમાં ચીનના વધતા જતા પ્રભાવના કારણે ભારતના પડોસી દેશો સાથે સંબંધ ખટાસમાં પડી રહ્યા છે. ઐતિહાસિક સંબંધ અને અનેક પરિયોજના જે ભારતને પડોશી દેશો સાથે જાડે છે તે ટિકા ટિપ્પણી હેઠળ આવી ગઇ છે. ચીની યોજના લાલચી રહેલી છે જેના કારણે મોટી યોજના ઝડપથી બની રહી છે. તે ભારતીય યોજનાની ગતિ અને કદને મર્યાદિત કરે છે. ભારત અને ચીનના સંબંધોમાં ઐતિહાસિક અડચણો આવી રહી છે.
જેના કારણે સમસ્યા વધારે જટિલ બની રહી છે. જેના કારણે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધમાં નાની અડચણો આવી રહી છે. નાના મુદ્દા પર પણ તેમની વચ્ચે ગંભીર અસર જાવા મળી રહી છે. દાખલા તરીકે વર્ષ ૨૦૧૫માં લાગુ કરવામાં આવેલા નવા બંધારણના કારણે નેપાળ સાથે ભારતના સંબંધમાં અડચણો ઉભી થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પડોશ પહેલાની નીતિમાં ચીનના પ્રભાવને સૌથી પહેલા જાઇ શકાય છે. તેની અસર પણ છે. ચીન ભારત માટે આમાં પણ પડકારરૂપ છે. જેના કારણે ભારતની રણનીતિમાં ફેરફાર થઇ રહ્યા છે. વડાપ્રધાન કેપી ઓલીએ ઓગષ્ટ ૨૦૧૬માં ભારત પર પોતાની સરકારને ઉથલાવી દેવાનો આરોપ પણ મુક્યો હતો. મ્યાનમારમાં પણ રોહિગ્યા શરણાર્થીઓ પ્રત્યે ભારતના વલણના કારણે કેટલીક સમસ્યા આવી રહી છે. ભારતમાં રહેતા ૪૦ હજાર રોહિગ્યા શરણાર્થીઓને લઇને કેટલાક પ્રશ્નો થઇ રહ્યા છે. પડોશી દેશ ચીન પાકિસ્તાનના ત્રાસવાદને લઇને ક્યારેય લાલ આંખ કરી નથી. બદલામાં ચીને પાકિસ્તાની ત્રાસવાદીઓને બચાવી લેવાના પ્રયાસ કર્યા છે. જેથી કમનસીબ રીતે ત્રાસવાદ ખતરનાક માર્ગે છે. પુલવામા હુમલા અંગે સંયુક્ત રાષ્ટ્રના નિવેદને રોકવાના પ્રયાસ ચીને કર્યા હતા. સાથે સાથે પાકિસ્તાને તો નિવેદન કોઇ જારી જ ન કરાય તેવા પ્રયાસ કર્યા હતા. જે સાબિત કરે છે કે પાકિસ્તાન અને ચીનનુ વલણ ભારત પ્રત્યે કેવુ રહેલુ છે. આ બંને દેશો ભારતને સતત પરેશાન કરવાની ઝુંબેશ જારી રાખી છે. મસુદને ત્રાસવાદી જાહેર કરવાને લઇને ભારતના પ્રયાસોને નિષ્ફળ કરવાના પ્રયાસો ચીને હમેંશા જારી રાખ્યા છે. જે તેના ખતરનાક વલણને દર્શાવે છે.