નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પુલવામાં આતંકવાદી હુમલાની એક સપ્તાહ બાદ ભલે કઠોર શબ્દોમાં નિંદા કરી છે પરંતુ સંયુક્ત રાષ્ટ્રના નિવેદનને રોકવામાં ચીને ભુમિકા ભજવી હતી. ચીનના વલણના કારણે પુલવામા હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન એક સપ્તાહ બાદ આવ્યું છે. સત્તાવાર સુત્રોએ કહ્યું છે કે, ત્રાસવાદના ઉલ્લેખને લઇને એકલા ચીનના વિરોધના કારણે પુલવામા હુમલા પર ૧૫ સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનમાં એક સપ્તાહનો વિલંબ થયો છે.
એમ કહેવામાં આવે છે કે, જ્યાં ચીન પુલવામા આતંકવાદી હુમલા પર સંયુક્ત રાષ્ટ્રના નિવેદનના વિષયને કમજાર કરવાના પ્રયાસમાં છે. બીજી બાજુ પાકિસ્તાને હંમેશા પ્રયાસો કર્યા છે કે, આ નિવેદન જારી કરવામાં પણ ન આવે પરંતુ અમેરિકાએ પુરી તાકાત લગાવી દીધી હતી જેના લીધે આના ઉપર પરિષદના તમામ સભ્યોની મંજુરી મળી ચુકી હતી. સંયુક્ત રાષ્ટ્રે આ હુમલાને જધન્ય અને કાયરતાપૂર્વકના હુમલા તરીકે ગણાવીને નિંદા કરી હતી. ૧૫ દેશોના સંગઠનમાં ચીન પણ સામેલ છે.
સુરક્ષા પરિષદે આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આવા હુમલાના દોષિતોને ન્યાયના મંચ ઉપર લાવવામાં આવે તે જરૂરી છે. આ નિવેદન પાકિસ્તાન માટે મોટા ફટકા સમાન છે. ભારતની રાજદ્વારી જીત તરીકે પણ છે. કારણ કે, ભારતની ભાષામાં જ સંયુક્ત રાષ્ટ્રે આની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલિહા લોધીએ સુરક્ષા પરિષદના અધ્યક્ષને મળીને આના ઉપર બ્રેક મુકવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ તેમના પ્રયાસો સફળ રહ્યા ન હતા. સુરક્ષા પરિષદમાં ૧૫ સ્થાયી અને અસ્થાયી સભ્યો છે. ૧૫ સભ્યોની સંસ્થાએ જૈશ દ્વારા કરાયેલા હુમલાની વ્યાપક નિંદા કરી હતી. જ્યાં સત્તાની અંદર આ મામલા પર ખુબ ચર્ચા વિચારણા થઇ હતી. પહેલા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૫મી ફેબ્રુઆરીના દિવસે નિવેદન જારી કરવામાં આવનાર હતું પરંતુ ચીને સતત અડચણો ઉભી કરી હતી. ચીનના વલણના કારણે જ નિવેદન સમયસર જારી થઇ શક્યું ન હતું. ચીને ૧૮ ફેબ્રુઆરી સુધીનો સમય ત્યારબાદ માંગ્યો હતો. બે વખત તો ચીને આમા ફેરફાર પણ કરાવ્યા હતા જેના લીધે પ્રક્રિયાને ટાળવાના પ્રયાસ કરાયા હતા.
પુલવામા હુમલા પર સંયુક્ત રાષ્ટ્રના કઠોર વલણ બાદ ચીને નવી ચાલ રમી હતી. શુક્રવારના દિવસે એમ કહીને નિવેદનને હળવું કરી દીધું હતું કે, પાકિસ્તાન સ્થિત સંગઠનનો ઉલ્લેખ જનરલ ટર્મમાં કરવામાં આવ્યો છે. આ કોઇ નિર્ણય નથી. પાકિસ્તાને ચીનના લાખો પ્રયાસો થયા બાદ પણ કોઇ નિર્ણય ન થતાં આ પ્રક્રિયા અટવાઈ પડી હતી.