બેંગલોર : ફ્લીપકાર્ટના સહ સ્થાપક સચિન બંસલે ઓલામાં ૬૫૦ કરોડ રૂપિયાનુ જંગી રોકાણ કર્યુ છે. આની સાથે જ સ્થાનિક ઇન્ટરેનટ સેક્ટરમાં સૌથી જંગી પર્સનલ રોકાણ કરનાર વ્યક્તિ બની ગયા છે. જંગી રોકાણ કરવામાં આવ્યા બાદ કોર્પોરેટ જંગતમાં તેની ચર્ચા જોવા મળી રહી છે. ઓલાના સૌથી મોટા શેર હોલ્ડર સોફ્ટ બેંકે કંપનીમાં સૌથી મોટી હિસ્સેદારી હાંસલ કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે આ યોજના નિષ્ફળ રહી હતી. રોકાણને લઇને કારોબારીઓ ભારે ઉત્સાહિત રહે છે.
ઓલાની વિશ્વસનીયતા સતત વધી રહી છે. આ કંપનીમાં રોકાણ પણ વધી રહ્યુ છે. અનેક અંગત લોકો પણ રોકાણ કરવામાં આગળ આવી રહ્યા છે. બંસલ વર્ષ ૨૦૧૪ બાદથી કંપનીઓમનાં રોકાણ કરતા રહ્યા છે. શેરબજારમાં હાલમાં જંગી ઘટનાક્રમની અસર જાવા મળી રહી છે. શેરબજારમાં વૈશ્વિક ઘટનાક્રમની અસર જાવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી તેજી ચાલી રહી છે.
ઓલામાં ચાવીરૂપ શેરહોલ્ડરની વાત કરવામાં આવે તો સોફ્ટ બેંકની હિસ્સેદારી સૌથી વધારે છે. ટાઇગર ગ્લોબલ, ૧૫ ટકા હિસ્સેદારી છે. ટેનસેન્ટ પણ ૧૦ ટકા હિસ્સેદારી ધરાવે છે. સ્થાનિક સ્ટાર્ટ અપમાં વધારે રોકાણ કરનાર વ્યક્તિગત રોકાણકારોમાં સચિન અને બિન્ની બંસલનો સમાવેશ થાય છે.