અમદાવાદ : શહેરના શાહઆલમ વિસ્તારમાં મિલ્લતનગર ઝુંપડપટ્ટીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતાં આશરે ૩૦થી વધુ ઝુંપડા બળીને ખાખ થઇ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી અને અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જા કે, આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી, જેને પગલે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો. ૧૨થી વધુ ફાયર ફાઇટરની મદદથી ફાયરબ્રિગેડના જવાનોએ સમયસર આગને બુઝાવી પરિસ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી. હજુ દસ દિવસ પહેલાં જ શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટીઓમાં ફરી એકવાર આગ લાગી હતી અને ૩૦થી ૪૦ ઝુંપડાઓ પવનના સુસવાટા વચ્ચે જાતજાતામાં બળીને ખાખ થઇ ગયા હતા.
આ જ પ્રકારે શહેરના શાહઆલમ વિસ્તારમાં મિલ્લતનગરમાં આવેલી ઝુંપડપટ્ટીમાં પણ ઓજ અચાનક આગ ફાટી નીકળી હતી, જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ઝુંપડાવાસીઓની ખરવખરી અને અન્ય માલસામાન આગની જવાળાઓમાં બળીને ખાખ થઇ ગયા હતા. આગની ઘટનાને પગલે સમગ્ર મિલ્લતનગર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, રાહતની વાત એ હતી કે, સમગ્ર બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સમયસર આગ બુઝાવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના શાહઆલમ વસ્તારમાં આજે મિલ્લતનગર ઝુંપડીપટ્ટીમાં કોઇક કારણસર આગ લાગી હતી. વહેલી સવાર પવનનું જાર વધુ હોઇ અને પવનના ભારે જાર વચ્ચે આગની જવાળાઓ પ્રસરી હતી અને જાતજાતામાં આસપાસના ઝુંપડાઓને પણ લપેટમાં લઇ લીધા હતા.
આગની જવાળાઓમાં ફસાયેલા ઝુંપડાવાસીઓમાં વહેલી સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાઓ, બાળકો સહિતના લોકો સહીસલામત સ્થળે ખસી જવા માટે નાસભાગ કરતાં જાવા મળ્યા હતા. તો, કેટલાક તેમની ઘરવખરી અને માલસમાન બચાવીને સલામતસ્થળે જતા રહ્યા હતા. થોડીવારમાં તો, અહીંના ૩૦થી ૪૦ ઝુંપડા આગની જવાળાઓમાં લપટાઇ ગયા હતા અને બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ થતાં એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સ્ટાફના કાફલા સાથે પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પંદરથી વધુ ફાયર ફાઇટર અને ગાડીઓની મદદથી ફાયરબ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકોમાં આગ બુઝાવી દીધી હતી અને સમગ્ર પરિÂસ્થતિ કાબૂમાં લીધી હતી. બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ઝુંપડાવાસીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જા કે, આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સ્થાનિક રહીશો સહિત તંત્રના અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો.