શ્રીનગર અવર-જવર કરવા જવાનો માટે વિમાન સર્વિસ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં લઇને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે અર્ધલશ્કરી દળના જવાન શ્રીનગર આવવા જવા માટે વિમાની યાત્રા કરી શકશે. ગૃહમંત્રાલયના આદેશ મુજબ દિલ્હીશ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ વચ્ચે કોઇપણ યાત્રા માટે વિમાની સેવાનો ઉપયોગ કરી શકશે. કેન્દ્રીય સશ અર્ધલશ્કરી દળના તમામ જવાનો માટે આ આદેશ લાગૂ થશે. આ આદેશથી અર્ધલશ્કરી દળોના ૭૮૦૦૦૦ જવાનોને ફાયદો થશે. આમા કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈથી લઇને અન્ય તમામ પ્રકારના કર્મચારીઓ સામેલ છે.

જે લોકોને હવે હજુ સુધી વિમાની યાત્રાઓના અધિકાર ન હતા. આ નિર્ણયને તાત્કાલિકરીતે અમલી કરવાનો આદેશ ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવી ચુક્યો છે. આદેશ મુજબ જવાન ફરજ દરમિયાન યાત્રા કરીને રજા ઉપર શ્રીનગરથી પરત જતી વેળા અથવા તો ફરી આવવા માટે વિમાની યાત્રાનો ઉપયોગ કરી શકશે. પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અર્ધલશ્કરી દળોએ એર ટ્રાન્ઝીક્ટની માંગ કરી હતી પરંતુ તેને મંજુર કરવામાં આવ્યો ન હતો.

જા કે, ગૃહમંત્રાલયે આ અહેવાલોને રદિયો આપીને કહ્યું છે કે, સીઆરપીએફ તરફથી આવી કોઇપણ માંગ કરવામાં આવી ન હતી. હવે આ પ્રકારની માંગ થયા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. હાલમાં જ સીઆરપીએફના કાફલા પર પુલવામામાં હુમલો કરાયો હતો. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. દેશભરમાં આ હુમલા બાદથી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. એક પછી એક નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે આ નિર્ણય કરાયો છે.

Share This Article