ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૧ થી ૧૩ ફેબ્રુઆરીના રોજ સંયુક્ત આરબ અમિરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આ પ્રવાસ દરમિયાન યુએઇમાં આયોજીત થનાર વર્લ્ડ ગવર્નમેંટ સમિટ (ડબ્લ્યુજીએસ)માં ભાગ લેશે.
પ્રધાનમંત્રીની યાત્રા આરબ દેશોમાં ભારતની પહોંચને વધુ વિસ્તારિત કરવા માટે ક્ષેત્રોનું સંશોધન કરશે તેમજ આ ક્ષેત્રમાં રણનીતિક ભાગીદારીઓને પણ વિસ્તારિત કરશે. યૂએઇએ અગાઉ આગળના ૧૦ વર્ષો દરમિયાન ભારતની વધી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ માટે ૭૫ અરબ ડોલરના રોકાણની યોજનાઓની જાહેરાત કરી દીધી છે.
પ્રધાનમંત્રીની આ યાત્રા પહેલા યુએઇનું એક ઉચ્ચ સ્તરીય પ્રિતિનિધિ મંડળે ભારત અને યૂએઇ વચ્ચે મજૂબત દ્રિપક્ષીય સંબંધોને વધુ પ્રોત્સાહિત કરવા માટે ઉદ્યોગ તથા વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ સાથે મુલાકાત કરી હતી.
સુરેશ પ્રભુએ આ પ્રતિનિધિ મંડળને જણાવ્યું કે ભારતની પાસે એક બહુ જ મજબૂત સેવા ક્ષેત્ર છે અને ભારત તથા યુએઇ બન્ને આફ્રિકા, લેટિન એમેરિકા તથા મધ્ય એશિયામાં ત્રીજા દેશના બજારોના વિકાસ માટે એક વ્યાપક આર્થિક ભાગીદારીના નિર્માણની રૂપરેખા બનાવી શકે છે.