છેલ્લા બે દશકના ગાળામાં ખીણમાં જેશે મોહમ્મદની સ્થિતી ક્યારેય નબળી અને ક્યારેય મજબુત રહી છે. દેશમાં અનેક હુમલાને અંજામ આપી દેનાર જેશના ત્રાસવાદીઓ હાલમાં ફરી એકવાર સક્રિય દેખાઇ રહ્યા છે. છેલ્લા બે દશકમાં ખીણમાં જેશે મોહમ્મદના પગલા પહેલા રોકાયા અને હવે ફરી આગળ વધ્યા છે. આશરે ૧૨ વર્ષની ખામૌશી બાદ કાશ્મીરમાં જેશે પોતાની હાજરીની ફરી સાબિતી આપી છે. ૧૪મી ફેબ્રઆરીના દિવસે પુલવામામાં જે રીતે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો તેનાથી દેશના લોકો ચોંકી ઉઠ્યા છે. કાફલા પર જે રીતે વિસ્ફોટક ભરેલી ગાડી લઇ જઇને આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો તેનાથી સુરક્ષા દળોની ચિંતા વધે તે સ્વાભાવિક છે. કારણ કે જેશના લીડર મૌલાના મસુદ અઝહરે આ વખતે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી લીધી છે. જેશે વિતેલા વર્ષોમાં કેટલાક હુમલાને અંજામ આપ્યા છે.
જેમાં વર્ષ ૨૦૦૧ના સંસદ પરના હુમલા, જાન્યુઆરી ૨૦૧૬ના પઠાણકોટ એરબેઝ પરના હુમલા, સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉરી સેક્ટરમાં કરવામાં આવેલા હુમલા અને છેલ્લા બે વર્ષમાં કેટલાક ત્રાસવાદી હુમલા સાબિતી આપે છે કે ત્રાસવાદીઓ હજુ પણ તેમના અસ્તિત્વને ધરાવે છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામાં ખાતે કરવામાં આવેલો હુમલો હજુ સુધીનો સૌથી ભીષણ હુમલો છે. સુરક્ષા દળોના કહેવા મુજબ હાલમાં લશ્કરે તોયબા અને હિઝબુલ મુજાહીદ્દીન બાદ જેશ ત્રીજા સ્થાન પર છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં તમામ ઘાતક હુમલા બાદ આ જ સંગઠનની સીધી સંડોવણી રહી છે. છેલ્લા એક વર્ષના ગાળા દરમિયાન તેના ટોપના ૪૦થી વધારે લીડરોનો ખાતમો થયો છે પરંતુ તેની લડાઇ જારી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે લશ્કરે તોયબાની શરૂઆત કરનાર હાફિજ સઇદ અમેરિકાની મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં સામેલ છે. તેના માથા પર એક કરોડ અમેરિકી ડોલરનુ ઇનામ છે. જેશની વાપસી માટે તાલિબાનની પણ ભૂમિકા રહેલી છે. અફઘાનિસ્તાન તાલિબાનની સાથે પણ જેશના તાર જોડાયેલા છે. ત્રાસવાદીઓનો હાલમાં જોરદાર સફાયો કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે હિજબુલ મુઝાહીદ્દીન આતંકવાદી સંગઠનની શરૂઆત જમ્મત એ ઇસ્લામીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ૧૯૮૭ની ચૂંટણી અને એ વખતની નીતિઓ સામે બળવો કરીને બહાર આવેલા જમ્મત એ ઇસ્લામીના સભ્યોએ હિજબુલની શરૂઆત કર્યા બાદ વર્ષ ૧૯૯૦ની શરૂઆતમાં આ આતંકવાદી સંગઠને કાશ્મીરમાં ભારે આતંક મચાવી દીધો હતો અને ભારત સરકાર અને ભારતીય સેના સામે મોટી સમસ્યા ઊભી કરી દીધી હતી. હિજબુલના આતંકવાદીઓ દરરોજ રક્તપાત સર્જવા લાગી ગયા હતા જેના કારણે મોટી ખુવારી થવા લાગી હતી.
કાશ્મીર હિંસામાં ગરકાવ થઈ ગયું હતું. ૧૯૯૦ની શરૂઆતમાં સ્થાનિક કાશ્મીરી કટ્ટરપંથીને આવરી લઈને હિજબુલની તાકાતમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો હતો. હિજબુલને વિદેશી સહાયતા પણ મળે છે પરંતુ એક આતંકવાદી સંગઠન તરીકે હિજબુલે કાશ્મીરમાં તેના હુમલાઓને લોકલ રંગ આપી દીધો હતો. વર્ષ ૨૦૦૦માં આ સંગઠને સુરક્ષાદળો સાથે યુદ્ધવિરામની એક સમજૂતી કરી હતી પરંતુ સપ્તાહોના અંદર જ પાકિસ્તાનમાં ઊથલ-પાથલ થતાં આનો ભંગ થઈ ગયો હતો. નવી દિલ્હીના પ્રતિનિધીઓ સામે એ વખતે અબ્દુલ માઝિદ દાર દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. દાર જમ્મુ કાશ્મીરમાં હિજબુલ મુઝાહીદ્દીનના તત્કાલીન કમાન્ડર તરીકે હતો. આ વાતચીત પ્રકાશમાં આવી હતી. જા કે સલાહુદ્દીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં બેઠા બેઠા યુદ્ધ વિરામ પાછી ખેંચી લેવાની વાત કરી હતી. જો કે દાર અને સલાહુદ્દીન વચ્ચે મતભેદો ખુલીને સપાટી ઉપર આવ્યા હતા. દારને હિજબુલ મુઝાહીદ્દીનમાંથી સસ્પેન્ડ કરાવી દેવાયો હતો. અને ૨૦૦૩માં હત્યા પણ થઈ હતી.
હિજબુલ આતંકવાદી સંગઠને પોતાના અસ્તિત્વને જાળવી રાખવા અન્ય આતંકવાદી સંગઠનોને પણ હાથ મિલાવ્યા હતા પરંતુ આમા સફળતા મળી ન હતી. હિજબુલના મુખ્ય સભ્યમાં અબ્દુલ માઝિદ દાર પણ હતો. જેશ, લશ્કરે તોયબા અને હિઝબુલ સહિત જુદા જુદા સંગછનોના લોકો આક્રમક મુડમાં છે.જેશને કાશ્મીરમાં ફરી પગ જમાવવા માટે ભારે મહેનત કરવી પડી છે.