ખતરનાક આત્મઘાતી બોંબર અગાઉ છ વાર ઝડપાયો હતો

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાને અંજામ આપનાર જૈશે મોહમ્મદના આત્ઘાતી બોંબર આદિલ અહેમદ દારને બે વર્ષમાં છ વખત પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ દરેક વખતે આદિલ અહેમદને કોઇપણ  પુરાવા વગર છેડી મુકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬થી લઇને માર્ચ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં છ વખત પથ્થરબાજી અને આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાની મદદના આરોપમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ તેને છોડી મુકવામાં આવ્યો હતો. હાલમાં જ આત્મઘાતી હુમલો કરીને આ શખ્સે ભારે હાહાકાર મચાવ્યો છે. તેના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોના મોત થયા છે. આઈબી અને પોલીસના અધિકારીઓએ કબૂલાત કરતા કહ્યું છે કે, આ કુખ્યાત શખ્સ અનેક હિંસાના બનાવોમાં સામેલ રહ્યો હતો. પુલવામા જિલ્લાના ગુંડીબાગ ગામનો નિવાસી આદિલ બે વર્ષની અંદર છ વખત પકડાયો હતો જે દર્શાવે છે કે તે એવા શખ્સ તરીકે હતો જેના પર સુરક્ષા સંસ્થાઓને નજર રાખવાની જરૂર હતી.

આનાથી પ્રશ્ન એ ઉઠે છે કે, તે ગુપ્તચર ખામીઓના પરિણામ સ્વરુપે સુરક્ષા એજન્સીઓને થાપ આપવામાં સફળ રહ્યો હતો. જા કે, બે અધિકારીઓએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, આદિલ ઉપર ક્યારે પણ ઔપચારિક રીતે આરોપ મુકવામાં આવ્યા ન હતા. એફઆઈઆર પણ દાખલ કરાઈ ન હતી. આદિલે ૧૫૦ કિલો વિસ્ફોટક સાથે પોતાની કારને જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે ઉપર સીઆરપીએફની બસ સાથે ટકરાવી દીધી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આદિલે વર્ષ ૨૦૧૬માં એક ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામગીરી શરૂ કરી હતી. આદિલ લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓને છુપાવવાનું કામ કરતો હતો. આ ઉપરાંત તે લશ્કરી કમાન્ડરો અને તેમની સાથે જાડાવવાની ઇચ્છા રાખનાર સ્થાનિક લોકોની વચ્ચે મધ્યસ્થી માટેનું કામ કરતો હતો.

અધિકારીઓએ કહ્યું છે કે, આદિલના પરિવારના કેટલાક સભ્યોના ત્રાસવાદીઓ સાથે સંબંધ છે. આદિલને જૈશ સાથે જાડાવતા પહેલા સુરક્ષા દળો ઉપર પથ્થરબાજીના મામલામાં બે વખત પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રાસવાદીઓને સહકાર આપવાના મામલામાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. આદિલે સુરક્ષા દળોની સામે હિંસક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આઈબીએ કહ્યું છે કે, આદિલ કેટલાક લોકોથી પ્રભાવિત હતો. ત્રાસવાદી મંજુરથી તે પ્રભાવિત હતો. તેના ખાત્મા બાદ તે પૂર્ણરીતે આતંકવાદીઓ સાથે જાડાયો હતો. કેટલાક યુવાનોને આદિલ સાથે હાફીઝ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેને જુદા જુદા નામથી પણ ઓળખવાં આવે છે. હાફીઝ છેલ્લા વર્ષે ખીણમાં આવ્યો હતો અને તેને આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. નવા લોકોને લશ્કરે તોઈબામાં સામેલ કરવાને લઇને પણ શરત મુકવામાં આવતી હતી.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/c7bd0ae4837ae439bdb5943fed54defe.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151