વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવે લોકો ફિટનેસને લઇને વધુને વધુ સાવધાન થઇ રહ્યા છે. આધુનિક સમયમાં લોકોમાં જાગૃતિ જુદા જુદા માધ્યમથી વધી રહી છે. ભાગદોડની લાઇફ લોકોની બની ગઇ છે. જેથી જુદી જુદી બિમારીઓ પણ ઘર કરી રહી છે. આવી સ્થિતીમાં મોટા ભાગના તબીબો અને નિષ્ણાંતો હળવી કસરત કરવાની સલાહ આપે છે. આ જ કારણસર લોકો વહેલી સવારમાં વધારે સંખ્યામાં હળવી કસરત કરતા નજરે પડે છે. વહેલી સવારમાં પહેલા કરતા વધારે સંખ્યામાં લોકો ફરતા નજરે પડે છે. થોડાક મહિલા પહેલા સુધી વોટ્સ એપ પર જે લોકોની ગુડ મોર્નિગ સવારમાં આઠ વાગે થતી હતી તે લોકોની ગુડ મોર્નિગ હવે છ વાગે થવા લાગી ગઇ છે.
સવારમાં હળવી કસરત કરતા લોકોના ગ્રુપ પણ જુદા જુદા હોય છે. કેટલાક લોકો એકલા વોકિંગ કરવા અને કસરત કરવાનુ પસંદ કરે છે. કાનમાં હેડફોન લગાવીને સંગીતમાં ડુબેલા આ લોકો તો કોઇના અભિવાદનના જવાબો પણ આપતા નથી. કેટલાક ગ્રુપ વયની દ્રષ્ટિએ બનેલા હોય છે. જેમાં એક જ વય ગ્રુપના લોકો જુદી જુદી રીતે કસરત કરતા નજરે પડે છે., કિશોર, યુવા અને વયોવદ્ધ લોકોની ટીમો પણ હોય છે. કેટલાક દંપત્તિ પારસ્પરિક રીતે ગૃહસ્થીની વાતો કરતા નજરે પડે છે. કેટલાક દંપત્તિ એક સાથે હોય તો હાઉસિંગ સોસાયટી અને સમાજમાં ચાલી રહેલી બાબતોની ચર્ચા કરતા નજરે પડે છે. કેટલાક લોકો રોકાણ અને કેરિયરની વાતો કરતા નજરે પડે છે. વયોવૃદ્ધ લોકોમાં રાજનીતિ, જુના સમયની વાતો ચાલતી હોય છે. વર્તમાન દોરની ખરાબીની વાતો તેમની વચ્ચે જાવા મળે છે. બાળકો કોમ્પ્યુટર ગેમ અને કિશોર પરક્ષાની તૈયારીની વાતો કરતા નજરે પડે છે. જો કોઇ મહિલાઓ વોકિંગમાં આવે છે તો સૌથી રોચક બાબતો તેમની વચ્ચે જોવા મળે છે. તેમના વિષય તો ઘરથી લઇને દુનિયા સુધી ફેલાયેલા હોય છે. નજીવી ઘરની વાતો, બાળકોના અભ્યાસની વાતો, રણવીર-દિપિકાના લગ્નની વાતો તેમની વચે જોવા મળે છે.
કેટલાક લોકો કોઇ રોચક વિષય આવ્યા બાદ એક સાથે ઉભેલા નજરે પડે છે. વોકિંગ દરમિયાન કેટલાક લોકો તો ચર્ચા દરમિયાન પણ તેજીથી ચાલતા નજરે પડે છે. જ્યારે કેટલાક લોકો ધીમી ગતિથી ચાલતા નજરે પડે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈબાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. લીડ રિચર્સર તાઈવાનના સીપેગે કહ્યું છે કે દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે.
તાઈવાનની નેશનલ હેલ્થ રિચર્સ ઇન્સ્ટ્રીટ્યુટના પેંગે કહ્યું છે કે પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા તેમના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૫ મિનિટ કસરતથી ઉપયોગી ફાયદો થાય છે. દરરોજની કસરત કેન્સરના જોખમને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત સામાન્ય રીતે પીઠમાં દુઃખાવાનો પણ મદદરૂપ થાય છે.આધુનિક સમયમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જે સવારના કામોને ગંભીરતા સાથે લેતા હોય છે. તેઓ કોઇ પણ પ્રકારની ચર્ચામાં ભાગ લેતા નથી. આ પ્રકારના લોકો પૂર્ણ જોશ સાથે વોકિંગ, જાગિંગ અને રનિંગમાં લાગેલા હોય છે. જોરદાર ઠંડી પણ તેમના પર કોઇ અસર કરતી નથી. એંકદરે જોવામાં આવે તો ફિટનેસને હાંસલ કરવાને લઇને લોકોમાં હવે ક્રેઝ વધ્યો છે. જે દેશના તમામ લોકો માટે ખુબ સારા સંકેત તરીકે છે. આના કારણે કેટલીક બિમારીને દુર રાખી શકાય છે.