નવીદિલ્હી : વિશ્વ આરોગ્ય સંગઠનના જનરલ એગ્રિમેન્ટ એન્ડ ટેરિફ એન્ડ ટ્રેડ હેઠળ સભ્ય દેશોને એકબીજા સાથે વસ્તુઓ ઉપર કસ્ટમ ડ્યુટીના મામલામાં એક સમાન કારોબાર કરવાનો હોય છે. હકીકતમાં એમએફએનનો દરજ્જો એક આર્થિક દરજ્જો છે જેને બે દેશો વચ્ચે થનાર મુક્ત વેપાર સમજૂતિ હેઠળ આપવાની જાગવાઈ છે. કોઇ દેશ જે કોઇ દેશને આ દરજ્જો આપે છે એવા દેશને એવા તમામની સાથે વેપારની શરતો એક સમાન રાખવી પડે છે.
જે દેશોને એમએફએનનો દરજ્જો આપવામાં આવે છે તેમને વેપારમાં અન્ય દેશોની સરખામણીમાં ઓછા ચાર્જ, વધારે વ્યાપારિક સુવિધા અને સૌથી વધારે આયાતના ક્વોટાની સુવિધા આપવામાં આવે છે. આનો ઉપયોગ લોન એગ્રિમેન્ટ અને કોમર્શિયલ ટ્રાન્ઝીક્શનમાં પણ થાય છે. લોન એગ્રિમેન્ટ હેઠળ કોઇ એમએફએનના દરજ્જો ધરાવતા દેશ માટે નક્કી કરવામાં આવેલા વ્યાજદરથી ઓછા દર પર અન્ય કોઇ સામાન્ય દેશને ઓફર કરી શકાય નહીં. કોમર્શિયલ ટ્રાન્ઝીક્શનના મામલામાં મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જોને લઇને સસ્તી ડિલ થાય છે. અન્ય દેશો સાથે આ પ્રકારની સુવિધા રહેતી નથી. નાના અને વિકાસશીલ દેશો માટે આ દરજ્જો ખુબ મહત્વપૂર્ણ હોય છે.