દેશની રાજનીતિમાં મહારાષ્ટ્ર ખુબ મહત્વપૂર્ણ રહે છે. લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં લાગેલા તમામ રાજકીય પક્ષો આ રાજ્ય પર પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ અને શિવસેના તેમજ એનસીપીની સ્થિતીસારી અને મજબુત છે. આ પાર્ટીઓ અહીં વધારે સારો દેખાવ કરવાની અપેક્ષા રાખે છે. આ પાર્ટીઓ પૈકી કઇ પાર્ટીની ચાલ શુ હશે તે બાબત અંગે હજુ સુધી પુરતી માહિતી મળી શકી નથી. દરેક પાર્ટી જે હાલમાં તૈયારીમાં છે તે પૈકી ભારતીય જનતા પાર્ટીની સ્થિતી વધારે સારી દેખાઇ રહી છે. દિલ્હી શાસન અને મરાઠા મુકાબલોનો ઇતિહાસ રહ્યો છે. સ્થિતી હવે બદલાઇ છે. સમય બદલાઇ ગયો છે છતાં રાજકીય પ્રભુત્વ હજુ પણ મરાઠા કેટલાક અંશે ધરાવે છે. લોકસભા ચૂંટણી નજીક આવી પહોંચી છે. શિવ સેના અને ભાજપ વચ્ચે વાતચીતનો સિલસિલો જારી છે. છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં અનેક બાબતો બદલાઇ ગઇ છે. ચૂટણી રણશિંગુ હવે ફુકાનાર છે પરંતુ ભાજપ અને શિવ સેના વચ્ચે કોઇ ગોઠવણ થઇ શકી નથી.
છેલ્લી ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે પણ બેઠકોને લઇને કોઇ વાત બની રહી નથી. ઉત્તરપ્રદેશ બાદ બેઠકોને લઇને સૌથી મોટા મહારાષ્ટ્રમાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનુ જાર લગાવી રહ્યા છે. તૈયારીને લઇને કોઇ પાર્ટી કમી રાખવા માટે તૈયાર નથી. આ વખતે મહારાષ્ટ્રમાં મોદી લહેર દેખાઇ રહી નથી. સાથે સાથે કોઇ ચૂંટણી મુદ્દાની અસર પણ દેખાઇ રહી નથી. ચાર પ્રમુખ દળ ઉપરાંત સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના, રિપÂબ્લકન પાર્ટી અને અન્ય પાર્ટીઓ તમામ તૈયારીમાં લાગેલી છે. નાના પક્ષો ગઠબંધનમાં પોતાની ભૂમિકાને શોધી રહ્યા છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પાંચ મહિના પછી જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાનાર છે. જેથી રાજનીતિની ચોપડ પર ચાલ સાવધાનીપૂર્વક ચાલવામાં આવી રહી છે. ઓક્ટોબર ૨૦૧૪માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવ સેના વચ્ચે ગઠબંધનનો અંત આવ્યો હતો. બંને પક્ષો ચૂંટણી મેદાનમાં જુદી જુદી રીતે ઉતર્યા હતા. સંબંધોમાં એ વખતે જ તિરાડ પડવાની શરૂઆત થઇ ગઇ હતી. જે હજુ સુધી સતત વધી છે. ત્યારબાદ બંને સત્તાની મજબુરીના કારણે સાથે તો આવ્યા હતા પરંતુ તેમની વચ્ચે સંબંધો તંગ રહ્યા છે. આ સંબંધમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ છે કે સ્વાભિમાનની શરત પર કોઇ સમજુતી કરવામાં આવનાર નથી. ભલે ચૂંટણી જીતીએ કે હારીએ પરંતુ સ્વાભિમાનની લડાઇ જારી રાખવામાં આવનાર છે.
લોકસભા ચૂંટણીના પેટાચૂંટણીના પરિણામથી કેટલાક રાજકીય પંડિતો અલગ ગણતરી કરી રહ્યા છે. લોકસભા પેટાચૂંટણીના પરિણામને છોડી દેવામાં આવે તો સ્થાનિક ચૂંટણીમાં ભાજપે અન્ય તમામ પક્ષો કોંગ્રેસ, શિવસેના અને એનસીપીને ખુબ પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. પંચાયચ ચૂંટણીમાં પણ ભાજપની સ્થિતી ખુબ સારી રહી હતી. જીતના આધારના કારણે ભારતીય જનતા પાર્ટી શિવ સેના કરતા આગળ દેખાઇ રહી છે. કોઇ સમય શિવ સેનાની સ્થિતી મહારાષ્ટ્રમાં ખુબ સારી હતી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીએ તેની સ્થિતી તેના કરતા વધારે મજબુત કરી છે. હાલમાં ભારતીય જનતા પાર્ટીનુ કેન્દ્રિય નેતૃત્વ કોઇ પણ કિંમતે શિવ સેનાની સાથે મળીને ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. જો કે પ્રદેશમાં એક ગ્રુપ એમ પણ માને છે કે શિવ સેનાની ચિંતા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવી જોઇએ. લોકસભા ચૂંટણીમાં હાલમાં તો ભાજપ-શિવ સેના, કોંગ્રેસ-એનમસીપી વચ્ચે ગઠબંધન પર નજર રહેનાર છે. લોકસભા ચૂંટણી બાદ આ બાબત પણ નક્કી થશે કે રાજ્યમાં કઇ પાર્ટી આવનાર સમયમાં તેની સ્થિતી વધારે મજબુત કરી શકશે. મહારાષ્ટ્ર્માં તમામ તાકાત તમામ પાર્ટી લગાવી રહી છે. જો કે તમામની નજર તો ભાજપ અને શિવ સેનાના દેખાવ પણ કેન્દ્રિત રહેશે. ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે તમામ પાર્ટીઓનો તમામ રાજ્યોંમાં સફાયો થયો હતો.