નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી સરકારને આજે મોટો ફટકો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશો આજે જારી કર્યા હતા જેમાં કેટલીક સત્તાઓ કેજરીવાલ સરકારને અને કેટલીક સત્તાઓ કેન્દ્ર સરકારને સોંપવાની વાત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શÂક્તઓના વિભાજન ઉપર આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેજરીવાલે દિલ્હીની પ્રજાને અપીલ કરતા કહ્યું હતું કે, આ ચુકાદા પાછળનો જવાબ એક જ છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપવામાં આવે.
કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીની પ્રજા ચુકાદાનો વિરોધ કરે છે. બીજી બાજુ ભાજપે કેજરીવાલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટની ટિકા કરવામાં આવી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતા સંબીત પાત્રાએ કહ્યું હતું કે, તેમની પાર્ટી કેજરીવાલની સામે સુપ્રીમ કોર્ટમાં તિરસ્કાર કેસ દાખલ કરશે. દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલ મામલામાં આખરે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપી દીધો છે. સર્વિસેઝના મામલામાં જસ્ટીસ સિકરી અને જસ્ટીસ અશોક ભુષણના અભિપ્રાય અલગ અલગ રહ્યા હતા. જસ્ટીસ ભુષણે કહ્યુ છે કે તમામ અધિકારી કેન્દ્ર સરકારના ડોમેન હેઠળ આવે છે. આખરે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં સર્વિસેઝના અધિકારના મામલાને મોટી બેંચને મોકલી દેવાનો નિર્ણય કર્યો હતો. જસ્ટીસ સીકરીએ કહ્યુ હતુ કે જાઇન્ટ સેક્રેટકી અને ઉપરના અધિકારીઓની ટ્રાન્સફર તેમજ પોસ્ટિગ એલજી કરશે. જ્યારે ગ્રેડ૩ અને ચારના અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ મુખ્યધાનની ઓફિસ દ્વારા કરવામાં આવનાર છે. જા કોઇ મતભેદ રહેશે તો મામલો રાષ્ટ્રપતિની પાસે પહોચશે. બે જજની બેચમાં સામેલ રહેલા જસ્ટીસ અશોક ભુષણે કહ્યુ હતુ કે સર્વિસેઝ કેન્દ્રની પાસે રહેશે. બંને જજ બાકી મામલામાં સહમત રહ્યા હતા. બંને જજ બાકી મામલામાં સહમત દેખાયા હતા. નિર્ણય હેઠળ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંકનો અધિકાર દિલ્હીની સરકારની પાસે રહેશે. જ્યારે એન્ટી કરપ્શન બ્રાન્ચ કેન્દ્ર હેઠળ કામ કરનાર છે. કારણ કે પોલીસ કેન્દ્રની પાસે રહેશે.
રેવેન્યુ પર એલજીની મંજુરી લેવાની રહેશે. ઇલેક્ટ્રિસિટી મામલામાં ડાયરેક્ટરની નિમણૂંક મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે. સર્વિસેઝને લઇને સુપ્રીમ કોર્ટે કહ્યુહતુ કે ગ્રેડ-૧ અને ગ્રેડ-૨ના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કેન્દ્ર સરકાર કરનાર છે. જ્યારે વિજળી વિભાગના ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વીજળીના દર દિલ્હી સરકાર નક્કી કરનાર છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે જમીન સાથે જાડાયેલા મામલા દિલ્હી સરકારના નિયંત્રણમાં રહેશે. દિલ્હી સરકારને રાહત મળી છે કે જમીનોના સર્કિલ મુખ્યપ્રધાનની ઓફિસના કન્ટ્રોલમાં રહેશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણ અને લોકતંત્રની વિરુદ્ધ છે.