મુંબઇ : શેરબજારમાં આજે સવારે કારોબાર દરમિયાન મંદી જાવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૧૦૯ પોઇન્ટ ઘટીને ૩૫૯૨૪ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૬ની સપાટી પર રહ્યો હતો. સવારમાં ડોલરની સામે રૂપિયો અને તેલ કિંમતોમાં ઘટાડો રહ્યો હતો. મોડી રાત્રે કારોબાર દરમિયાન અમેરિકી શેરબજારમાં તેજી રહી હતી. ડાઉ જાન્સમાં ૦.૩૬ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે એસએન્ડપીમાં ૦.૩૦ ટકાનો ઉછાળો રહ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં વિદેશી મૂડીરોકાણકારોએ ઊંચા આર્થિક વિકાસ દરની અપેક્ષા વચ્ચે છેલ્લા છ કારોબારી સેશનમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૫૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.
વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈએ ૧-૮ ફેબ્રઆરી દરમિયાન ઈÂક્વટીમાં ૫૨૭૩ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. જ્યારે તેઓએ ડેપ્થ માર્કેટમાંથી ૨૭૯૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા છે.
ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૨૦ પોઇન્ટ ઘટીને ૩૬૩૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારો બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૩૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો.૧૬મી લોકસભાની પ્રોડક્ટીવીટી છઠ્ઠી ફેબ્રુઆરી સુધી ૮૩ ટકા રહી હતી જ્યારે યુપીએ-૨ના ગાળા દરમિયાન ૬૩ ટકા રહી હતી. આવી જ રીતે યુપીએ-૧ના ગાળા દરમિયાન ૮૭ ટકા રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી જૂન ૨૦૧૪ના દિવસે સત્તા સંભાળી લીધા બાદથી ૧૬ લોકસભા આગળ વધી હતી. મોદીએ ભારતના ૧૪માં વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી હતી. આજે બુધવારના દિવસે તેમની અવધિ પરિપૂર્ણ થઇ હતી. હવે એપ્રિલ-મે ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેના માટે દેશમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.