નવી દિલ્હી : ઉત્તર ભારતમાં હવામાનમાં ફરી એકવાર ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. આજે સવારે વેલેન્ટાઇનના દિવસે જ દિલ્હી અને એનસીઆરમાં જોરદાર વરસાદ થયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે તાપમાનમા પણ એકાએક ઘટાડો થયો હતો. સવારમાં અંધારપટની સ્થિતી જોવા મળી હતી. સવારમાં લોકો વરસાદના કારણે અટવાયા હતા. બીજી બાજુ દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ધુમ્મસના કારણે દિલ્હી આવતી ૧૦થી વધુ ટ્રેનો મોડેથી પહોંચી રહી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ધુમ્મસની સ્થિતી પણ જાવા મળી રહી છે.
ઉત્તર ભારત પણ કાતિલ ઠંડીના સકંજામાં છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા પર બ્રેક મુકાઇ છે પરંતુ જોરદાર ઠંડીનુ મોજુ છે. હવામાન વિભાગના કહેવા મુજબ જમ્મુ કાશ્મીર અને હિમાચલના વિવિધ ભાગોમાં પારો હજુ માઇનસમાં છે. હિમાચલ અને ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે. હાલની ભારે હિમવર્ષાના કારણે બરફ જામી જતાં રાજમાર્ગો ઉપર પણ હાલત કફોડી બનેલી છે. ખીણમાં રસ્તાઓ ઉપર બરફ જામી ગઈ છે.
બરફને દૂર કરવાના આજે તમામ પ્રયાસો જારી રહ્યા હતા. ઉત્તર ભારતમાં લોકો ઠંડીના કારણે પરેશાન છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો એકબાજુ પરેશાન થયેલા છે. બીજી બાજુ ધુમ્મસના કારણે અનેક ભાગોમાં અકસ્માતો પણ થયા છે. ટ્રેન અને વિમાની સેવાને પ્રતિકુળ અસર થઇ છે. હવામાનમાં દેશના અનેક ભાગોમાં અસામાન્ય ફેરફારો થઇ રહ્યા છે. આ સ્થિતી અકબંધ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની ભાગોમાં તેની અસર દેખાઇ રહી છે.