નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદીઓનો ખાત્મો કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની હાલત કફોડી બની ગઇ છે. તેમના તમામ મોટા લીડરોનો સફાયો કરવામાં આવી ચુક્યો છે. સેનાના આક્રમક ઓપરેશન અને ત્રાસવાદીઓના મોટા લીડરોનો સફાયો થયા બાદ હાલમાં જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં છુપાયેલા ત્રાસવાદીઓ પર તીવ્ર દબાણ આવી રહ્યુ છે. તેમના આકાઓ તેમના પર કોઇ પણ રીતે હુમલા કરવા દબાણ લાવી રહ્યા છે. આવી સ્થિતીમાં હુમલાની શક્યતાને નકારી શકાય નહીં.
હાલમાં સેનાએ અનેક મોટા ઓપરેશનને સફળ રીતે પાર પાડ્યા છે. ગુપ્તતર સંસ્થાઓ પાસેથી પણ બાતમી મળી છે કે ત્રાસવાદીઓ તેમના સ્થાનિક સમર્થકોની મદદથી હુમલાને અંજામ આપી શકે છે. આ અંગેની ચેતવણી અમેરિકાના વિભાગે પણ આપી છે. તપાસ સંસ્થાઓનુ કહેવુ છે કે ભારતમાં હજુ ત્રાસવાદી હુમલા જારી રહી શકે છે. જુદ જુદી સંસ્થાઓનુ કહેવુ છે કે પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓ હુમલા કરીને તંગદીલી વધારી શકે છે. નેશનલ ઇન્ટેલિજન્સના નિર્દેશક ડૈન કોટ્સના નિવેદન એવા સમય પર આવ્યા છે જ્યારે ભારતમાં હાલમાં હુમલા કરવાના પ્રયાસો જારી છે.
ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર ઓપરેશન જારી રાખવાની જરૂર છે. હાલના વર્ષોમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધરીને ભારતીય સેનાએ ૨૫૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે. દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે.