વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે હાલમાં કરવામાં આવેલા નવા રસપ્રદ અભ્યાસમાં કેટલાક તારણો જારી કરવામાં આવ્યા છે. પાર્ટનર સમક્ષ પ્રેમ દર્શાવવા માટેના તરીકા અથવા તો કોઇ ડેટ પર લઇ જતી વેળા પરફેક્ટ એન્ડિંગ કોઇ કિસ છે તો અહીં યાદ રાખવા જેવી બાબત છે કે કિસિંગના કારણે માત્ર સંબંધોને મજબુતી મળી રહી નથી બલ્કે આરોગ્ય સાથે જાડાયેલા અનેક ફાયદા પણ થઇ રહ્યા છે. આ કોઇ મજાક નહીં બલ્કે વાસ્તવિકતા છે.
કેલરી બર્ન કરવા માટે જા કોઇ વ્યક્તિ વજન ઉતારે છે તો પણ કિંસિગના કારણે ફાયદો થાય છે. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં કેટલીક સારી બાબત સ્પષ્ટ થઇ છે. જે પૈકી એક બાબત એ પણ ઉભરીને સપાટી પર આવી છે કે એક મિનિટ સુધી કિસિંગ કરવાના કારણે ત્રણથી છ કેલોરી સુધી બર્ન કરવામાં આવી શકે છે. હોઇ શકે કે તે ટ્રેડમિલ પર વોકિંગ અથવા તો રનિંગ જેટલો ફાયદો ન થાય પરંતુ લાંબા સમય કિસિંગ કરવાના ફાયદા રહેલા છે. કેલરી બર્ન કરવા ઉપરાંત પણ કિસિંગથી આરોગ્યના કેટલાક ફાયદા રહેલા છે. હેલ્થી હાર્ટમાં પણ તેની ભૂમિકા છે.
રિપોર્ટમાં હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે કિસ મારફતે શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને ઘટાડીને બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકાય છે. સ્ટ્રેસ એક ખુબ મહત્વપુર્ણ પરિબળ તરીકે છે. જેના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારી થાય છે. જેથી જા બ્લડ પ્રેશર અંકુશમાં રહે છે તો હાર્ટ હેલ્થી રહે છે. જેથી પરોક્ષ રીતે પણ જોવામાં આવે તો કિસિંગના ફાયદા રહેલા છે. લેફેયેટ કોલેજના રિસર્ચમાં કેટલીક વિગત સપાટી પર આવી છે. જો કે આના લઇને વિરોધાભાસની સ્થિતી છે. રિસર્ચ મુજબ કિસિગથી શરીરથી ગુડ્સ હાર્મોન્સ નિકળે છે. જે આપને ખુશ રાખવા માટે ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અને રસપ્રદ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પરણીત દંપતિઓમાં સમય પસાર થવાની સાથે સાથે તેમની વચ્ચે કિસની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થાય છે.
નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લગ્નની પ્રથમ અને બીજી વર્ષગાંઠ વચ્ચેના ગાળામાં સપ્તાહમાં ૩૧ વખત દંપત્તિ કિસ કરે છે. પરંતુ ત્યારબાદ સમય પસાર થતાં કિસની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. બ્રિટનમાં હિથ્રો એરપોર્ટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેમીઓ સપ્તાહમાં ૨૧ વખત સામાન્ય રીતે કિસ કરે છે. ડેલી એક્સપ્રેસે આ અભ્યાસના તારણોને ટાંકીને આ મુજબની વાત કરી છે. જો કે કિસની સંખ્યામાં સંબંધો આગળ વધતાં સતત ઘટાડો થાય છે. પ્રથમ છ મહિનામાં દંપત્તી એક સપ્તાહમાં ૨૫ વખત ચુંબન કરે છે જ્યારે તેમના બીજા વર્ષમાં ૩૧ વખત ચુંબન કરે છે પરંતુ પાંચ વર્ષના ગાળા બાદ આ સંખ્યા ઘટીને ૧૯ સુધી થઈ જાય છે. આનો મતલબ એ થયો કે લગ્ન થયા બાદ સંબંધોમાં દિનપ્રતિદિન પ્રેમ ઓછો થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દર ૨૦ બ્રિટિશ પુખ્તવયના લોકો પૈકી એકે ક્યારેય પણ તેના પ્રેમી અથવા પ્રેમીકાને કિસ કરી નથી પરંતુ મોટી સંખ્યામાં લોકોએ આને સમર્થન પણ આપ્યું છે અને કહ્યું છે કે પરીણિત દંપત્તિઓ વચ્ચે કિસીંગની સંખ્યા ચોક્કસપણે ઘટતી જાય છે. શરૂઆતના તબક્કામાં નવા લગ્ન થયા બાદ પ્રેમ વધારે નજરે પડે છે પરંતુ સમય પસાર થતાં સંબંધો સામાન્ય બનવા લાગે છે. થોડાક વર્ષો પહેલાં લવ એક્ટચુલી નામની ફિલ્મ પણ આવી હતી જેમાં ઘણી બધી બાબતોનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કિસીંગને લઈને ઘણા અભ્યાસ થઈ ચૂક્યા છે જેમાં કિસીંગના ફાયદા છે કે નુકશાન તેની વાત પણ કરવામાં આવી છે. કેટલાક અભ્યાસ મુજબ ચુંબન અથવા કિસીંગથી દંપત્તી વચ્ચે પ્રેમમાં વધારો થાય છે. આરોગ્ય ઉપર પણ તેની અસર થાય છે તેમ જણાવવામાં આવ્યું હતું. કેટલાક લોકો આ પ્રકારના અભ્યાસ સાથે સહમત નથી.બંને અભ્યાસના તારણને લઇને કેટલાક લોકો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે.