ટેન્શન યાદશક્તિ અને દિમાગ સંબંધિત અનેક સમસ્યામાં વધારો કરી શકે છે. અમેરિકાની બ્રીઘમ યંગ યુનિવર્સિટના સાયકલોજી વિભાગના પ્રોફેસર ડોનાલ્ડ શેલ્ટન અને બ્રોક કિરવાને વ્યાપક અભ્યાસ અને અનેક વર્ષ સુધી રિસર્ચ કર્યા બાદ હવે ધડાકો કર્યો છે કે જે લોકો સતત ટેન્શનમાં રહે છે તેમની યાદશક્તિ ખુબ ઓછી થઇ જાય છે. જે લોકો ટેન્શનમાં રહે છે તેમના કામકાજના સ્તરમાં પણ ઘટાડો થઇ જાય છે. તેમની કામ કરવાની શક્તિ ઘટી જાય છે. આ નિષ્ણાંતોનુ કહેવુ છે કે દિમાગમાં બે હિસ્સા હોય છે. જ્યાં નવી કોશિકાઓ બનતી રહે છે. તે પૈકી એક હિપ્પોકેમ્પસ હોય છે જે દિમાગને સંતુલિત રાખવા માટેનુ કામ કરે છે. ટેન્શનના કારણે સેલ્સનુ નિર્માણ કામ રોકાઇ જાય છે.
જેના પરિણામસ્વરૂપે દિમાગ અથવા તો યાદશક્તિ સંબંધિત સમસ્સા ઉભી થવા લાગે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે આ નવી શોધના કારણે ડિપ્રેશનમાં રહેલા લોકોની સારવાર ભવિષ્યમાં વધારે સરળ થઇ જશે.તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ફિશ ઓઈલ યાદશક્તિમાં ૧૫ ટકા સુધીનો ઉલ્લેખનીય વધારો કરે છે. આ ઉપરાંત ઘણી તકલીફોને પણ દૂર કરે છે. સોલમન અને ટ્રોટ જેવી ઓઇલી ફિશને ડાઈટમાં લેવાથી યાદશક્તિ સુધારે છે.હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં મેસી યુનિવર્સિટીમાંથી વેલેમાં સ્ટોન હાઉસ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. આ ટીમે ડીએચએ ધરાવતાં ઘટક ત¥વો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. સોલમન જેવી ફૂડ વસ્તુઓમાં ઓમેગા-૩ ફેટ્ટી એસિડના તત્વો જાવા મળ્યા છે.
આમા જણાવવામાં આવ્યું છે કે ૧૭૬ સ્વસ્થ પુખ્તવયના લોકોને આવરી લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર યાદશક્તિ જ નહીં બલ્કે હાડકાઓને મજબૂત કરવામાં પણ ફિશ ઓઈલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારવાર બાદ જાણવા મળ્યું કે દરેકની યાદશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત શરીરના અન્ય ઘટકોની તાકાત પણ વધે છે. પ્રથમ વખત અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે ડીએચએ ઘટક તત્વોથી યુવા સ્વસ્થ પુખ્તવયના લોકોની યાદશક્તિમાં સુધારો થાય છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેલે સ્ટોન હાઉસને ટાકીને આ મુજબનો ઘટસ્ફોટ કર્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે બ્રેઇનને મજબૂત રાખવા અને દિમાગને વધુ કુશળતા સાથે કામ કરે તે માટે ફિશ ઓઈલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તારણો બાદ ફિશ ઓઇલને લઈને વધુ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. ફિશ ઓઈલ અને યાદશક્તિ વચ્ચે સીધા સંબંધ હોવાના મામલે કોઈ નક્કર તારણો અપાયા નથી પરંતુ પ્રાથમિક વાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેને લઈને વધુ અભ્યાસ હવે હાથ ધરવામાં આવે તેવી વકી છે. ટેન્શનને લઇને પહેલા પણ અનેક અભ્યાસના તારણો જારી કરવામાં આવ્યા છે