નવી દિલ્હી : જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ફરી એકવાર નવેસરથી હિમવર્ષાના કારણે જનજીવન પર પ્રતિકુળ અસર થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બન્ને રાજ્યોમાં હિમવર્ષાના કારણે તેની સીધી અસર દિલ્હી અને એનસીઆરમાં પણ જાવા મળી રહી છે. બન્ને રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. જેના પરિણામસ્વરૂપે મોટી સંખ્યામાં વાહનો અટવાઇ પડ્યા છે.
જમ્મુકાશ્મીર અને હિમાચલપ્રદેશમાં પહાડી વિસ્તારમાં હિમવર્ષા થવાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી ઘટી ગઇ હતી. જા કે નવેસરથી હિમવર્ષાના કારણે ઠંડીમાં ફરી વધારો થયો ર્છે હાલમાં ેદિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો.
બીજી બાજુ હિમાચલપ્રદેશમાં પણ ફરી હિમવર્ષા થઇ છે. શિમલામાં હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જા કે લોકોને મજા પડી ગઇ છે. શિમલા અને આસપાસના વિસ્તારોમાં ફરવા માટે આવેલા આવેલા લોકો હિમવર્ષાના કારણે રોમાંચ અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યુ છે કે આગામી દિવસોમાં હિમવર્ષા જારી રહી શકે છે.