અન્ડર19 વર્લ્ડ કપ: ભારત વર્લ્ડ ચેમ્પિયન
ઓસ્ટ્રિલિયાને હરાવી ભારત અંડર19 લર્લ્ડ કપમાં ચોથી વાર ચેમ્પિયન બન્યું
બે ઓવલ ખાતે રમાયેલ અંડર19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન બની ગયું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે વિજય મેળવ્યો છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઉતરનાર ઓસ્ટ્રેલિયાએ ભારત સામે દ્વારા ૨૧૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
૩૨ રનના સ્કોર પર ઓસ્ટ્રલિયાએ પ્રથમ વિકેટ ગુમાવી હતી ત્યારબાદ સમયાંતરે વિકેટ પતન થતું રહ્યું હતું. ઓસ્ટ્રિલયા તરફથી જોનાથન મેર્લોએ સૌથી વધુ રન નોંધાવ્યા હતા. તેણએ ૧૦૨ બોલમાં ૭૬ રનનું યોગદાન આપ્યું હતું. આમ ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમ ૪૭.૨ ઓવરમાં ૨૧૬ રન બનાવી શકી હતી.
ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ઇશાન, શિવા, નાગરકોટી, અનુકૂલે ૨-૨ વિકેટ ઝડપી હતી, જ્યારે શિવમે ૧ વિકેટ ઝડપી હતી.
૨૧૭ રનના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમે ૩૮.૫ ઓવરમાં ૨ વિકેટે લક્ષ્યાંક પાર કરી વિજય મેળવી વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
ભારત તરફથી મનજોત કાલરાએ અણનમ રહી ૧૦૨ બોલમાં ૩ સિક્સ અને ૮ ફોરની મદદથી ૧૦૧ રન બનાવી ભારતની જીતને સરળ બનાવી દીધી હતી. હાર્વિક દેસાઇએ પણ ૬૧ બોલમાં ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. શુબમન ગીલે ૩૦ બોલમાં ૩૧ રનનું અને પૃથ્વીએ ૪૧ બોલમાં ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. ભારતની બેટિંગ ઇનીંગની શાનદાર શરૂઆત કરી હતી. ૧૧મી ઓવરમાં ૭૧ના સ્કોર પર ભારતે પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી.
અંડર19 વર્લ્ડ કપમાં ભારત ચોથી વખત ચેમ્પિયન બન્યું છે.