તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ગર્ભિનરોધક ગોળીઓથી મહિલાઓને સ્તન અને ગર્ભાશય સાથે સંબંધિત કેન્સર થવાનો ખતરો વધી જાય છે. ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટી (એએમયુ) દ્વારા તાજેતરમાં જ જારી કરવામાં આવેલા એક આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતી દવા અને ગર્ભિનરોધક ગોળીઓ પર જાહાનીસબર્ગ સ્થિત નેશનલ હેલ્થ લેબોરેટરી સર્વિસના માર્ગારેટ અર્બન અને એએનયુના એમીલી બેંક્સના નેતૃત્વમાં નિષ્ણાંતોની એક ટીમે અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરી હતી. અભ્યાસ બાદ જાણવા મળ્યું કે ગર્ભિનરોધક દવાઓથી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો વધારે રહે છે.
બેંક્સના જણાવ્યા મુજબ અભ્યાસના પૂર્વ તારણોના આધાર પર ઘણી બાબતો સપાટી ઉપર આવી છે. આમા જાણવા મળ્યું છે કે ગર્ભિનરોધક ગોળીઓ લેનાર મહિલાઓને કેન્સરનો અસ્થાઈ ખતરો રહે છે. તેમને એમ પણ કહ્યું છે કે અભ્યાસના જુદા જુદા તારણોને પણ આમા ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આમા જાણવા મળ્યું છે કે ઇન્જેક્શન મારફતે આપવામાં આવતા હારમોન આધારિત ગર્ભિનરોધક પણ આવી જ રીતે કેન્સરનો ખતરો વધારે છે જેવી રીતે ખતરો ગર્ભિનરોધક દવાઓથી થાય છે.
હકીકતમાં સમયની સાથે સાથે બદલાવની જરૂર ઊભી થઈ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારેય પણ આ પ્રકારની દવાઓનો ઉપયોગ નહીં કરનાર મહિલાઓની સરખામણીમાં ઇંજેક્શન અથવા તો ગર્ભિનરોધક દવાઓ લેનાર મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાની સંભાવના ૧.૭ ગણી વધી જાય છે. જ્યારે ગર્ભાશય સાથે સંબંધિત કેન્સરની શક્યતા ૧.૪ ગણી વધી જાય છે.