ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા.લિ.એ તેના ઓપન એન્ડેડ ઈન્ડેક્સ ફંડ્સ ડીએસપી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ અને ડીએસપી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ફંડની ઘોષણા કરી છે. જેમાં તે ક્રમશઃ નિફ્ટી 50 ઈન્ડેક્સ અને નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ જેવું પર્ફોર્મન્સ રહેવાની આશા ધરાવે છે. એનએફઓ 11 ફેબ્રુઆરીએ ખુલશે અને 15 ફેબ્રુઆરી 2019 ના રોજ બંધ થશે.
ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના પેસિવ ઈન્વેસ્ટમેન્ટ હેડના અને એસવીપી અનિલ ઘેલાનીએ કહ્યું હતું, ‘ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ખાતેની ટીમે ભારતમાં પેસિવ ઈન્વેસ્ટમેન્ટ સ્પેસમાં મજબૂત નોલેજ અને બહોળો અનુભવ મેળવ્યો છે. સ્થાનિક માર્કેટ્સ ઉપરાંત, ટીમે વૈશ્વિક ધોરણે ઉત્તમ પ્રેક્ટીસીસ સાથે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ફંડ મેનેજમેન્ટ એમ બંનેમાં નોલેજ વિકસાવ્યું છે.’
ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના પ્રેસિડેન્ટ કલ્પેન પારેખે આ નવા ફંડ વિશે કહ્યું હતું, ‘અમે ભારતમાં પેસિવ સ્પેસમાં જાગૃતિ અને માગમાં વધારો જોઈ રહ્યા છીએ, જે 2008ના રૂ. 9000 કરોડથી વધીને ઓગસ્ટ 2018માં રૂ. 1 લાખ કરોડ સુધી થયું. રોકાણકારોએ ખુદને એક્ટિવ અને પેસિવ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસમાંથી પસંદગી કરવાથી દૂર રહેવાની જરૂર નથી. તેઓ નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ફંડ્સમાં નાણાં રોકીને લાભ લઈ શકે છે જે અસરકારક રીતે તેમના લક્ષ્યોને પાર પાડવા માટે તેમના એક્ટિવ એક્સ્પોઝર માટે વધારાનો લાભ બની રહેશે.’
નિફ્ટી 50 ઈન્ડેક્સ માર્કેટ કેપના આધારે ભારતની ટોચની 50 કંપનીઓના પર્ફોર્મન્સ પર આગળ વધશે. ઈન્ડેક્સ વિવિધ સેક્ટર્સના માર્કેટ લીડર્સમાં રોકાણ કરે છે અને સાથે અર્થવ્યવસ્થાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. નિફ્ટી 50 ઈન્ડેક્સ માર્કેટ કેપના આધારે 51થી 100 સ્ટોક્સને ટ્રેક કરે છે. આ ઈન્ડેક્સ એવી કંપનીઓને ધ્યાનમાં લે છે જે આવતીકાલની મેગા કેપ્સ બનવા જઈ રહી હોય. બંને ઈન્ડાઈસીસ સેબી દ્વારા વ્યાખ્ચાયિત લાર્જ કેપ સ્પેસમાં કામ કરે છે.
આ ફંડ્સ પ્રથમવારના રોકાણકારો કે જેઓ ઈક્વિટી માર્કેટ્સમાં પ્રવેશવા માગે છે તેમના માટે યોગ્ય છે અને એ લોકો કે જેઓ માર્કેટમાં ઓછી રકમ હોવા છતાં સામેલ થવા માગે છે. રોકાણકારો વૈવિધ્યપૂર્ણ ઈક્વિટી એક્સ્પોઝર ઈચ્છતા હોય છે અને સિઝન્ડ રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં એક ખાસ ફાળવણી કરતા હોય છે તેઓ પણ આ ફંડ્સના એક્સ્પોઝરથી લાભ મેળવી શકશે. ડીએસપી નિફ્ટી 50 ઈન્ડેક્સ ફંડ અને ડીએસપી નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સ ફંડ ગૌરી સેકરિયા દ્વારા મેનેજ કરવામાં આવશે.
ડીએસપી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ દ્વારા તેમનું પ્રથમ ફંડ 2017માં પેસિવ પ્લેટફોર્મ પર લોન્ચ કરાયું હતું, જે એક પોતાના પ્રકારમાં અનોખું વધુ સ્માર્ટર એવું ડીએસપી ઈક્વલ નિફ્ટી 50 ફંડ છે, જે સુવ્યવસ્થિત રીતે વૈવિધ્યપૂર્ણ એવું નિફ્ટી 50 ઈન્ડેક્સનું વર્ઝન છે. જ્યારે કેપિટલ માર્કેટ્સમાં ઈક્વિટી શેર્સમાં ટ્રેડ વખતે નિષ્ક્રિય પડેલા કેશનું વળતર મેળવવા માટેનું ડીએસપીનું બીજું સોલ્યુશન છે. જેમાં ડીએસપી લિક્વિડ ઈટીએફની ઓફર કરાઈ હતી.