દેશમાં જળ સંગ્રહમાં મહત્વનો ફાળો આપતા મુખ્ય ૯૧ જળશયો આવેલા છે. આ તમામ જળાશયોનો ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પૂર્ણ થતા સપ્તાહના અંતે ઉપલબ્ધ જળ ભંડાર ૬૯.૮૮૭ બીસીએમ હતો, જે આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ૪૩ ટકા છે. આ ટકાવારી ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પુર્ણ થતાં સપ્તાહ અંતે ૪૫ હતી. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પુરા થતાં સપ્તાહ અંતમાં જળ સંગ્રહનું સ્તર પાછલા વર્ષના આ સમયગાળામાં ૯૦ ટકા હતું અને પાછલા દસ વર્ષોનો સરેરાશ સંગ્રહ ૯૧ ટકા હતો.
આ ૯૧ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા ૧૬૧.૯૯૩ બીસીએમ છે, જે દેશના ૨૫૭.૮૧૨ બીસીએમની કૂલ સંગ્રહ ક્ષમતાના લગભગ ૬૩ ટકા છે. આ ૯૧ માંથી ૩૭ જળાશયોમાં ૬૦થી વધુ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે જળવિદ્યુત યોજના કાર્યરત થઇ રહી છે.
પશ્ચિમી ક્ષેત્રની વાત કરીએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. સીડબ્લ્યુસીની મોનેટરીંગ હેઠળ ૨૭ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા ૩૧.૨૬ બીસીએમ છે. આ જળાશયોમાં કુલ જીવીત સંગ્રહ ૧૪.૨૦ બીસીએમ છે, જે આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ૪૫ ટકા છે. જે પાછલા વર્ષે આ સમયગાળામાં ૫૪ ટકા હતો અને પાછલા દસ વર્ષની સરેરાશ પ્રમાણે સંગ્રહ ક્ષમતા ૪૯ ટકા હતી. આમ ચાલૂ વર્ષે જળ સંગ્રહ પાછલા અને સરેરાશ બન્ને કરતાં ઓછું છે.
આમ આ જળસંગ્રહની સ્થિતિ દેશના ઉત્તરી, મધ્ય, પૂર્વી અને દક્ષિણી ક્ષેત્રામાં જોવા મળી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં આ સમયગાળામાં આ તમામ ક્ષેત્રોમાં ટકાવારી ઓછી દેખાય રહી છે.
આ સમયગાળા દરમિયાન પાછલા વર્ષની સરખામણીમાં હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, આંધ્રપ્રદેશ અને તેલાંગાના, કર્ણાટક, કેરલ અને તમિલનાડુ જેવા શ્રેષ્ઠ સંગ્રહ વાળા રાજ્યો છે. પાછલા વર્ષે આ સમયગાળાની સરખામણીમાં સમાન સંગ્રહ વાળું રાજ્ય આંધ્રપ્રદેશ છે. આ સમયગાળા માટે પાછલા વર્ષની સરખામણીમાં ઓછા સંગ્રહવાળા રાજ્યમાં પંજાબ, રાજસ્થાન, ઝરાખંડ, ઓડિશા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાનાનો સમાવેશ થાય છે.