સંપૂર્ણ વિગત જાણીએ તો કાશ્મીરના ગુરેજ ખાતે નવ વર્ષના તૌફિકને રાત્રે એપેંડિક્સના કારણે તીવ્ર દુખાવો શરૂ થઇ ગયો. ગુરેજ વિસ્તારમાં આવી પરિસ્થિતિઓમાં જરૂરી સારવાર સુવિધા ઉપલબ્ધ નથી. આ માટે એક જ વિકલ્પ હતો તેને સારવાર માટે શ્રીનગર લઇ જવામાં આવે. તેને શ્રીનગર લઇ જવા માટે એરફોર્સ સ્ટેશન શ્રીનગરને રાત્રે સૂચના મળી અને ત્યારબાદ હેલિકોપ્ટરને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું.
ગુરેજના ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટર સવારે પણ ઉડાણ ભરી શક્યુ નહિ. આ સ્થિતિમાં પણ હેલિકોપ્ટરને કોઇપણ સ્થિતિમાં તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું. થોડીવાર પછી હેલિકોપ્ટરને સૂચના મળી કે ગુરેજમાં વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે. તે પછી તુરંત એરફોર્સના હેલિકોપ્ટરે ગુરેજ માટે પોતાના મિશન માટે ઉડાણ કર્યું અને સફળતાપૂર્વક ગુરેજ પહોંચી તૌફિક અને તેના પિતાને લઇને ભારે બરફ વર્ષાનો સામનો કરતા શ્રીનગર પહોંચવામાં સફળ રહ્યું.
સ્ક્વોડ્રન લીડર વિનાયક સિંહ સિકરવાર અને હોવરિંગ હોકના સહ-પાયલોટ લક્ષ્ય મિત્તલની આગેવાની વાળા ભારતીય વાયુસેના (આઇએએફ) અને તેમના ક્રૂની કાર્યવાહીએ એક જીવનને બચાવવામાં સફળ રહ્યા. તૌફિક હવે શ્રીનગરમાં તબીબી સારવાર લઇ રહ્યો છે.
જાંબાજ વાયુ સેનાને સો-સો સલામ….