મોદી સરકારે આ બજેટમાં પણ આવાસ ખરીદવા માટે ઇચ્છુક લોકોને અનેક ભેંટ આપી છે. પોતાની આવાસીય સંપત્તિ વેચી દેવામાં આવ્યા બાદ જોકોઇ કરદાતા બે મકાન પણ ખરીદે છે તો તેને કેપિટલ ગેઇન કરવેરામાં રાહત મળશે. આ પ્રકારે કેપિટલ ગેનમાંથી મુક્ત કરવેરા રકમ આશરે બે કરોડ રૂપિયા સુધીની છે. બીજી ઉપયોગી બાબત બજેટમાં એ છે કે કરદાતાઓને પોતાના ઘરથી થનાર વાર્ષિક આવકને શુન્ય દર્શાવવા માટેની રાહત મળશે.
ત્રીજી બાબત એ છે કે રિયલ એસ્ટેટ ડેવલપર્સને ભાડા પર કરવેરામાં એકના બદલે બે વર્ષની છુટછાટ આપવામાં આવનાર છે. સ્વાભાવિક છે કે આ તમામ જાહેરાતના કારણે એકબાજુ ઘર ખરીદવા માટે ઇચ્છુક લોકોને પ્રોત્સાહન મળનાર છે. બીજી બાજુ રિયલ એસ્ટેટ કારોબારીને વેચાણલાયક સંપત્તિ ન વેચાઇ જવાની સ્થિતીમાં ભારે નાણાંકીય બોજનો સામનો કરવો પડશે નહીં. આ ઉપરાંત જીએસટીના પુનરાવલોકનની દરખાસ્ત પણ સ્વાગતરૂપ છે. આના વ્યાપક પ્રભાવ અર્થતંત્ર માટે ખુબ અસરકારક રહેનાર છે.
સરકારને પોતાના કર્મચારીઓને સુનિશ્ચિત પેન્સન યોજનાથી જાડવા માટે ભારે મહેનત કરવી પડી હતી. વર્ષ ૨૦૧૪ બાદ સરકારી સેવામાં આવનાર કર્મચારીઓએનપીએસ સાથે જોડાઇ રહ્યા છે. આના કારણે ભારે ભરખમ પેન્શન ફંડમાં કેટલીક રાહત તો ચોક્કસપણે મળી છે. બજેટમાં જાહેર કરવામાં આવેલી જાગવાઇ ખુબ સારી છે. તેમને અમલી કરવામાં હવે કેટલીક સમસ્યા અને પડકારો આવી શકે છે.