અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં એકાએક હવામાનમાં ફેરફાર થતાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. એકાએક ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. ગરમીના કારણે આજે બપોરના ગાળામાં તમામ જગ્યાઓએ પંખાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન એકાએક જારદાર ઉછળીને ૧૭.૬ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. વાદળો ઘેરાયેલા રહ્યા હતા. સવારે ઠંડીનો અનુભવ થયો હતો પરંતુ લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે.
તમામ જગ્યાએ લઘુત્તમ તાપમાન વધતા ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. લઘુત્તમ તાપમાનમાં હજુ પણ આગામી ૪૮ કલાકમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી ઉપર પહોંચ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન વધીને ૧૧.૫ ડિગ્રી રહ્યું હતું. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે
પરંતુ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જાવા મળી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ભારતની સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા અને ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ હવે કમોસમી વરસાદમાં બ્રેકની Âસ્થતિ છે અને તાપમાનમાં પણ એકાએક વધારો થઇ ગયો છે જેથી આજે લોકોએ બપોરના ગાળામાં ગરમીનો અનુભવ કર્યો હતો.