જાપાનની ઉભરતી સ્ટાર નાઓમી ઓસાકાએ ઇતિહાસ સર્જીને વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલાઓની સિંગલ્સ ફાઇનલ મેચમાં સેરેના વિલિયમ્સને હાર આપી પોતાની કેરિયરની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતી લીધી હતી. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત મેળવીને તે બીજી ગ્રાન્ડ સ્લેમ પોતાના નામ પર કરી ચુકી છે. એક પછી એક મોટી સફળતા બાદ ટેનિસ દિગ્ગજા પણ કહી રહ્યા છે કે મહિલા ટેનિસમાં હવે વધુ એક ખુબ પ્રતિભાશાળી ખેલાડીની એન્ટ્રી થઇ ગઇ છે . જાપાનની ૨૧ વર્ષીય ઓસાકાની રમત છેલ્લા કેટલાક કેટલાક વર્ષોથી સતત સુધરી રહી છે.
આજે તે એ સ્તર પર પોતાના દેખાવને સુધારી ચુકી છે કે દુનિયાની મહાન ખેલાડી સેરેના વિલિયમ્સ અને અન્ય તેની ટક્કરની ખેલાડીને ગ્રાન્ડ સ્લેમમાં હાર આપી રહી છે. કેરિયરની બીજી ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધા જીતી લીધા બાદ ઓસાકા હવે વધુ જારદાર દેખાવ કરીને આવનાર સમયમાં મહિલા ટેનિસ સર્કિટને રોમાંચક બનાવી શકે છે. ઓસાકાની આ જીત એટલા માટે પણ ઉપયોગી છે કે કોઇ ગ્રાન્ડ સ્લેમ જીતનાર તે પ્રથમ જાપાની ખેલાડી બની ગઇ છે. આની સાથે જ જાપાની મહિલાઓ પણ ટેનિસ ક્ષેત્રે વધુ ઝડપથી આગળ આવી શકે છે. ૧૬મી ઓક્ટોબર ૧૯૯૭ના દિવસે જન્મેલી જાપાની સ્ટાર હવે નબંર વન ખેલાડી છે. જાપાનના ઓસાકામાં જન્મેલી આ ખેલાડીનુ નામ પણ ઓસાકા જ રાખી દેવામાં આવ્યુ હતુ. ખુબ ઓછા લોકો જાણે છે કે ઓસાકાના પરિવારમાં ટેનિસને લઇને પહેલા જ ઉત્સાહ છે. માતા પિતા ટેનિસ સાથે જાડાયેલા રહ્યા છે.
જ્યારે નાઓમી ઓસાકા માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે જ પોતાના પરિવારની સાથે અમેરિકા આવી ગઇ હતી. હાલમાં પણ તે અમેરિકાના ફ્લોરિડામાં રહે છે. ઓસાકા એલમોન્ટ એલ્ડેન હાઇ સ્કુલમાંથી ગ્રેજુએટ થઇ હતી. ટે હારોલ્ડ સોલોમન ઇન્સ્ટીટયુટમાં ટેનિસની વધારે ટ્રેનિંગ મેળવી ચુકી છે. ખુબ ઓછા લોકો આ બાબત પણ જાણે છે કે ઓસાકા બેવડી નાગરિકતા ધરાવે છે. જેમાં જાપાની અને અમેરિકી નાગરિકતાનો સમાવેશ થાય છે. પોતાની કેરિયરની શરૂઆત કરી ત્યારે તેના પિતા લિયોનાર્ડ સાને જાપાન ટેનિસ એસોસિએશનમાં તેની નોંધણી કરાવી દેવાનો નિર્ણય કર્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૩માં તે પ્રોફેશનલ ટેનિસમાં પ્રવેશી ગઇ હતી. વેસ્ટ ક્લાસિકમાં વર્ષ ૨૦૧૪માં રમીને ઓસાકાએ તેની પ્રોફેશનલ ટેનિસ કેરિયરની શરૂઆત કરી દીધી હતી. વર્ષ આની સાથે જ ટેનિસની તેની રમત સતત સુધરી જવા લાગી ગઇ હતી. વર્ષ ૨૦૧૫માં ડબલ્યુટીઅ ફાઇનલમાં ઓસાકાએ ફાઇનલમાં કેરોલિન ગરસિયાને હાર આપીને તમામને ચોંકાવી દીધા હતા. પોતાની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં તે ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. જા કે ત્રીજા રાઉન્ડમાં તે સીધા સેટોમાં પૂર્વ અજારેન્કા સામે હારી ગઇ હતી.
ક્લે સિઝન દરમિયાન ઓસાકા ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ત્રીજા રાઉન્ડમાં હારી ગઇ હતી. તેની સિમોના હેલેપ સામે હાર થઇ હતી. વર્ષ ૨૦૧૬માં તે યુએસ ઓપનમાં ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. જાપાન વુમન ઓપનમાં ટેનિસ ક્ષેત્રે તેની રમત વધારે સુધરી હતી. વર્ષ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઓસાકાએ તેની પ્રથમ રાઉન્ડની મેચ જીતી લીધી હતી. કોન્ટા સામે તેની જીત થઇ હતી. જા કે બીજા રાઉન્ડમાં હારી ગઇ હતી. વર્ષ ૨૦૧૭માં ઓસાકાએ ત્રીજા રાઉન્ડમાં વિનસ સામે હારી જતા પહેલા બે ખેલાડીને હાર આપી હતી. યુએસ ઓપનમાં એ વર્ષે તેની સૌથી મોટી જીત થઇ હતી જ્યારે પ્રથમ રાઉન્ડમાં કાર્બર પર તે સીધા સેટોમાં જીતી ગઇ હતી. છ વખતની ક્વાર્ટર ફાઇનલિસ્ટ સામે હારી જતા પહેલા તેનો દેખાવ શાનદાર રહ્યો હતો. વર્ષ ૨૦૧૮માં તે ૬૮માં રેન્ક પર હતી. ગયા વર્ષે વર્ષની અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં જીત પહેલા માર્ચ ૨૦૧૮માં તે પોતાની આદર્શ ખેલાડી સેરેના વિલિયમ્સ પર મિયામી ઓપનમાં જીત મેળવી લેવામાં સફળ રહી હતી. હાલમાં તે સેરેનાને ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ પરાજિત કરવામાં સફળ રહી છે. ત્રણ વર્ષની હતી ત્યારથી જ તે અમેરિકામાં રહે છે. ૧૬ વર્ષની વયમાં તે પ્રોફેશનલ ટેનિસમાં પ્રવેશી ગઇ હતી. ઓસાકા પાવરફુલ સર્વ સાથે આક્રમક રમતના કારણે તમામ ચાહકોમાં જાણીતી છે. જાન્યુઆરી ૨૦૧૯માં તે રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઇ છે.