નવી દિલ્હી : સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર શારદા ચીટ ફંડ કોંભાડના મામલામાં કોલકત્તા પોલીસ કમીશનર રાજીવ કુમારની સામે સીબીઆઇ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જેના પર હવે મંગળવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. અરજીમાં સીબીઆઇએ કહ્યુ છે કે રાજીવ કુમારને તપાસમાં સહકાર કરવા માટે કોર્ટ તરફથી આદેશ આપવામાં આવે તે જરૂરી છે. રાજીવ કુમાર સહકાર કરી રહ્યા નથી. સાથે સાથે સીબીઆઇએ રાજીવ કુમાર પર હજુ સુધી તપાસમાં સાથ ન આપવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા રાજીવ કુમાર પર પુરાવાને ખતમ કરવાનો પણ આરોપ મુક્યો છે. આના પર સુનાવણી વેળા સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતા કહ્યુ હતુ કે જા કોલકત્તાના પોલીસ કમીશનરે પુરાના નષ્ટ કરવાના કામ કર્યા છે તો તેમને વધારે મુશ્કેલી થશે. પુરાવાને નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે તો તેની સાથે સંબંધિત પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. આના પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સીબીઆઈ તરફથી પોતાની અરજીમાં તર્કદાર દલીલો કરવામાં આવી છે.
સીબીઆઇ દ્વારા કહેવામાં આવ્યુ છે કે કોલકત્તાના પોલીસ કમીશનરની સામે કેટલીક વખત સમન્સ જારી કરવામાં આવ્યા છે પરંતુ તેમની નોંધ લેવામાં આવી નથી. જા કે આમાં સહકાર કરવામાં આવી રહ્યો નથી. તપાસમાં અડચણો ઉભી કરવામાં આવી રહી છે. પુછપરછ માટે ટીમ કમિશનરના આવાસે પહોંચી ત્યારે થોડાક સમય બાદ કોલકાતા પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.
ત્યારબાદ પોલીસે સીબીઆઈની ઓફિસ જીસીઓ ઓફિસ ઉપર કબજા જમાવ્યો હતો. આ મુદ્દો શારદા ચીટ ફંડ સાથે સંકળાયેલો છે. આ મુદ્દે સંબંધિત કેટલીક ફાઇલો ગુમ હતી. એટલા માટે સીબીઆઇ રાજીવ કુમારની પુછપરછ કરી રહી હતી. ત્યાર બાદ સીબીઆઇ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઇતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે, પોલીસે સીબીઆઇ અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવી હોય. કહેવાઇ તો તેમ પણ રહ્યું છે કે ઘટના સ્થળ પર પોલીસ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.