કેન્સરના દર્દીઓની લાઇફમાં આધુનિક નવી નવી ટેકનોલોજી એક નવી આશા લઇને આવી રહી છે. જે બિમારીની પિડા, સમય, શરીરના અન્ય અંગોને નુકસાનથી બચાવી રહી છે. રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દેવા માટે ઇમ્યુરોથેરાપી આપવામાં આવે છે. આ તમામ પ્રકારના કેન્સરમાં અસરકારક છે. જ્યારે શરીરમાં કેન્સરના સેલ્સ વિકસિત થાય છે. આવી સ્થિતીમાં ઇમ્યુન સિસ્ટમ તેને રોકવામાં ભૂમિકા અદા કરે છે. કેન્સર રોગના નિષ્ણાંત તબીબો કહે છે કે જુદી જુદી પાંચ ટેકનિકની મદદથી કેન્સરના દર્દીઓને બચાવી લેવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે અને તેમાં સફળતા પણ મળે છે. કઇ કઇ ટેકનિકથી કેન્સરના દર્દીઓને બચાવવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ટારગેટેડ થેરાપીથી કોશિકાને બચાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે.ટારગેટેડ થેરાપી કેન્સરની સારવાર માટેન એક નવી ટેકનોલોજી છે. આમાં કેટલીક થેરાપીનો સમાવેશ થાય છે. આ ટેકનિક એ પ્રકારની ડિઝાઇન કરવામાં આવી છે કે આના કારણે કેન્સર સેલ્સની અલગ રીતે ઓળખ કરીને માત્ર તેમને જ નષ્ટ કરવાના પ્રયાસ કરવામાં આવે છે. આના કારણે આસપાસ રહેલી સ્વસ્થ કોશિકાને કોઇ પણ પ્રકારનુ નુકસાન કરવામાં આવતુ નથી. ઓર્ગન ફંક્સન પ્રિજર્વેશન પણ સારવારની એક પદ્ધિતી છે. શરીરના જે અંગમાં કેન્સર હોય છે તેમાં કેન્સર સેલ્સને ઓર્ગન ફંક્સન પ્રિજર્વેશન ટેકનિકથી ખતમ કરવામાં આવે છે. આ ટેકનિક હાડકા, ગળા, દિમાગના કેન્સરમાં વધારે ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ વ્યÂક્ત સામાન્ય રીતે જીવન ગાળે છે. પ્રોટોન થેરાપી કેન્સરના સેલ્સના દુશ્મન તરીકે છે.
આ ટેકનિકથી મદદથી હાઇ એનર્જી મેગા વોલ્ટેડ રેજ એવા અંગ પર આપવામાં આવે છે જ્યાં ટ્યુમર હોય છે. ફેંફસા, દિમાગ, પિટ્યુટરી ગ્લેડના ટ્યુમર , કરોડરજ્જુ હાડકાના કેન્સરમાં આ પ્રકારની સારવાર કરવામાં આવે છે. આર્ટરી, વેન્સ ટ્યુમરમાં તેની અસરકારકતા વધારે રહે છે. કેટલાક સિટિંગમાં જ ટ્યુમર ખતમ થઇ જાય છે. પહેલા કિડની ટ્યુમર થવાની સ્થિતીમાં કિડની કાઢવાની ફરજ પડતી હતી. જા કે હવે રોબોટિક સર્જરીની મદદથી મા૬ ટ્યુમર કાઢવામાં આવે છે. આના કારણે જટિલતા થવાનો ખતરો ઓછો રહે છે. લોહી અને એન્સ્થિસિયા આપવાની જરૂર ઓછી પડે છે. ટારગેટેડ ઇન્ટ્રા ઓપરેટિવ રેડિયોથેરાપી સારવાર માટે કેટલીક પ્રક્રિયા હોય છે. સારવાર માટે છ સપ્તાહ સુઘી રેડિયોથેરૌપીને અડધા કલાકની ડોજમાં આપવામાં આવે છે. આ ટેકનિકમાં રેડિયોથેરૌપીના સાધનને સ્તનમાં નાંખવાના બદલે માત્ર કેન્સર પ્રભાવિત સ્થાન પર નાંખવામાં આવે છે.
આના કારણે હાર્ટ, ફેફસા અને અન્ય અંગને પ્રભાવિત થવાનો ખતરો રહેતો નથી. ાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોકાવનારો ધડાકો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને વધારવામાં ભુમિકા ભજવનાર ફોલ્ટી જીન અથવા તો ખામીવાળા જનીનથી પુરુષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો અનેકગણો વધી જાય છે. આ સંશોધન હાથ ધરનાર લંડનમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ કેન્સર રિસર્ચમાં પ્રોફેસર રોશ ઇલેસે કહ્યું છે કે હજુ સુધી કેટલી શંકાઓ હતી. પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ફોલ્ટી જીન વધારે છે કે કેમ તેને લઈને શંકા હતી પરંતુ હવે આ શંકા દુર થઈ રહી છે. તેમણે કહ્યું છે કે અમારા અભ્યાસમાં સાબિતી મળે છે કે પ્રોસ્ટેટ કેન્સર સાથે ગ્રસ્ત પુરુષોમાં ખામીવાળા જીન રહેલા છે. ખામીવાળા જીનના લીધે જ પુરુષોમાં પણ કેન્સરનો ખતરો વધી જાય છે. ફોલ્ટી અથવા તો ખામીવાળા બીઆરસીએ-૧ જીનથી પ્રોસ્ટેટ કેન્સર થવાનો ખતરો ૧૧ પૈકી ૧માં રહેલો હોય છે. અભ્યાસ મુજબ ફોલ્ટી જીનના સીધા સંબંધ જુદા જુદા રોગ સાથે હોય છે. બીઆરસીએ -૧ પ્રોસ્ટેટ કેન્સરના ખતરાને ૫ ગણો વધારવામાં ભુમિકા ભજવે છે. મહિલાઓમાં સ્તન કેન્સરના ખતરાને વધારે છે. ૧૦ પૈકીની ૬ મહિલાઓમાં આના લીધે ખતરો વધી જાય છે. જ્યારે સ્વસ્થ મહિલાઓમાં ૮ પૈકી ૧ મહિલામાં આ રોગનો ખતરો રહે છે. ફોલ્ટી જીન ધરાવતી કેટલીક મહિલાઓમાં સ્તન કેન્સરનો જાખમ સૌથી ઉંચો છે. ચેરિટી પ્રોસ્ટેટ એક્શનના મુખ્ય કારોબારી એમ્મા માલ્કને કહ્યું છે કે વહેલીતકે પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો મળી આવવાથી સફળ સારવારની તકો વધી જાય છે. પરંતુ વિલંબ થવાની સ્થિતિમાં સારવાર મુશ્કેલ બની જાય છે.