બજેટના દિવસે સેંસેક્સમાં ૨૧૩ પોઇન્ટ સુધી સુધાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. બજેટના દિવસે સેંસેક્સ ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. નાણામંત્રી પીયુષ ગોયલે સંસદમાં બજેટ ભાષણ રજૂ કર્યું ત્યારબાદ બજારમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. સેંસેક્સ ૨૧૩ પોઇન્ટ ઉછળીને ૩૬૪૬૯ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૩ પોઇન્ટ ઉછળીને ૧૦૮૯૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં ૮૧ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૬૪૧ રહી હતી.

સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૯૫૦ રહી હતી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં સૌથી ઉંચી સપાટી રહી હતી. હિરોમોટોના શેરમાં સૌથી વધુ ઉછાળો ઝોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૪૫ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાંથી હજુ સુધી ૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પ્રવાહ આગામી મહિનામાં પણ જારી રહે તેવી શક્યતા છે. નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૮૫૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ Âસ્થતિ સર્જાઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૨૮૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા.

ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ પહેલીથી ૨૫મી જાન્યુઆરી દરમિયાન ૫૮૮૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી હતી. શેરબજારમાં આગામી દિવસોમાં ૧૦ પરિબળો ઉપર મુખ્યરીતે નજર રહેશે જેમાં વૈશ્વિક ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતારચઢાવ, ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર જાવા મળશે. ગઇકાલે ગુરુવારના દિવસે શેરબજારમાં બજેટના એક દિવસ પહેલા જારદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. ફ્યુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ)ની પૂર્ણાહૂતિ અને બજેટના એક દિવસ પહેલા તેજીનો માહોલ જામ્યો હતો. ગઇકાલે ગુરુવારના દિવસે સેંસેક્સ ૬૬૫ પોઇન્ટ અને નિફ્ટી ૧૭૯ પોઇન્ટ ઉછળીને ક્રમશઃ ૩૬૨૫૭ અને ૧૦૮૩૦ની સપાટીએ બંધ રહ્યા હતા.

Share This Article