દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખેડુતો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજકીય પક્ષો ખેડુતોના હિતોની વાત કરી રહ્યા છે. જા કે વર્ષોથી ખેડુતોની જે પ્રકારની સ્થિતી રહી છે તેનાથી સાબિતી મળે છે કે કોઇ પણ રાજકીય પક્ષો પાસે કૃષિ સંકટના ઉપાય નથી. ખેડુતોને લઇને તમામ રાજકીય પક્ષોના વિચાર અને સમજ એક સમાન રહી છે. હાલમાં રાહુલ ગાંધી ખેડુતોની લોન માફીની વાત કરી રહ્યા છે જે સાબિત કરે છે કે તેમની પાસે પણ કોઇ નક્કર યોજના નથી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જુદા જુદા સ્થળો પર વારંવાર કહ્યુ છે કે જો તેમની સરકાર લોકસભા ચૂંટણી બાદ સત્તામાં આવશે તો ગણતરીના દિવસોમાં જ ખેડુતોની લોનને માફ કરી દેવામાં આવનાર છે. રાહુલ ગાંધીએ સત્તામાં આવતાની સાથે જ દેવામાફીની વાત કરીને એકવાર ફરી સ્પષ્ટતા કરી દીધી છે કે ખેડુતોને લઇને કોઇ નક્કર યોજના કોઇની પાસે નથી. તેમના નિવેદનથી સાબિતી મળી ગઇ છે કે ખેડુતોને લઇને તમામ રાજકીય પક્ષોની વિચારધારા એક સમાન છે.
જે પાર્ટી વિપક્ષમાં હોય છે તે દેવા માફીની વાત કરે છે અને જે સત્તામાં હોય છે તે ખચકાટ અનુભવ કરે છે. સત્તા મળી ગયા બાદ એક મર્યાદા સુધી ચોક્કસરપણે દેવામાફી કરવામાં આવે છે. સાથે સાથે આના કારણે સરકારી ખજાના પર બોજ પડ્યો હોવાની વાતને લઇને રડ્યા રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશના માપદંડ પર કેટલાક રાજ્યોના સ્તર પર દેવા માફીની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આના કારણે ખેડુતોની હાલતમાં કોઇ સુધારો થયો નથી. હકીકતમાં તેમની સતત વધતી જતી ગરીબીના કારણે સ્થિતીનો ઉકેલ લવાતો નથી. ખેડુતોની સમસ્યા તરફ કોઇ રાજકીય પાર્ટીએ ગંભીરતાથી ધ્યાન આપ્યુ નથી. જેથી સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ગંભીર બનતી ગઇ છે. કોઇ પણ રાજકીય પક્ષ પાસે સમસ્યાનો ઉકેલ નથી. દેશમાં જે કૃષિ સંકટ છે તેને લઇને કોઇની પાસે કોઇ ઉકેલ નથી. એક એવા આર્થિક ક્ષેત્રને જેમાં ખર્ચ સતત વધી રહ્યા છે અને આવક ઘટી રહી છે તેવા ક્ષેત્રને દેવામાફીની બાબતથી ક્યાં સુધી બચાવી શકાશે.
માફ કરવામા આવેલી રકમ છેવટે તો રાજ્યોના ખજાના પર જાય છે. જેમાં કેટલાક તો આજે પોતાના કર્મચારીઓને પગાર ચુકવી દેવાની સ્થિતીમાં નથી. અસલ પડકાર તો ખેડુતોની આવક વધારી દેવા સાથે સંબંધિત છે. જેને લઇને કોઇ યોજના કોઇ રાજકીય પક્ષ પાસે નથી. ખેતી હવે દિન પ્રતિદિન નુકસાનના સૌદા તરીકે છે. ખેડુત તક મળતાની સાથે જ તેમાંથી બહાર નિકળી જવાના પ્રયાસ કરે છે. રાહુલ ગાંધીએ દરેક રાજ્યમાં જે રીતે વાત કરે છે તેવી જ રીતે ફરી વાત કરી હતી. ખેડુતોની સમસ્યા કઇ રીતે ઉકલાશે તે અંગે તેમની પાસે કોઇ યોજના નથી. ખેડુતોના મુદ્દા પર મોટી વાત કરી રહ્યા છે પરંતુ મોદી સરકારના ચાર વર્ષના ગાળા પહેલા કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકારની છેલ્લા ૧૦ વર્ષ સુધી સરકાર હતી. એ વખતે કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા. હવે જ્યારે વિરોધ પક્ષમાં છે ત્યારે દેવા માફીની જાહેરાતની વાત થાય છે. હાલમાં હિન્દી પટ્ટાના કેટલાક રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત થઇ છે. જીતને કેટલાક મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં ખેડુતોની સમસ્યા અકબંધ રહી છે. ખેડુતોની લોન માફીની જાહેરાત પણ કરવામાં આવી છે. જા કે લાભ લોકો સુધી પહોંચી રહ્યા નથી. લાભ તમામ સુધી પહોંચે તેને લઇને કેટલીક જટિલ સ્થિતી રહેલી છે. આ તમામ જટિલ સ્થિતીના કારણે ખેડુતો હેરાન પરેશાન રહે છે. બીજી બાજુ ખેડુતોની સમસ્યાને હલ કરવા માટે ખેડુત આગેવાનો અને જુદા જુદા સ્તર પર ખેડુતોના પ્રતિનિધીઓ સાથે સતત બેઠકો યોજવામાં આવે તે જરૂર છે. ખેડુતોની સમસ્યા અનેક પ્રકારની છે. ખેડુતો માટે જે યોજના જાહેર કરવામાં આવે છે તે યોજનાના લાભ તેમને મળી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરવા માટેની જવાબદારી પણ સરકારની બને છે. આના માટે સરકારે કોઇ યોજના અમલી કરવામાં આવ્યા બાદ તેના લાભ કેટલી હદ સુધી પહોંચ્યા છે તેની ખાતરી પણ કરવા માટે જુદી જુદી ટીમ બને તે જરૂરી છે.
સ્વતંત્રતા ભારત બાદ ખેડુતોની સ્થિતીને હળવી કરવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં ખેડુતો ૭૦ વર્ષના લાંબા ગાળા બાદ પણ તેમની સ્થિતીને વધારે સરળ બનાવી શક્યા નથી. ખેડુતોની આવકને બે ગણી કરવા માટે મોદી સરકાર પણ વાત કરી રહી છે. આ દિશામાં કેટલાક પગલા લેવામાં આવ્યા છે પરંતુ હજુ વધુ નક્કર પહલ કરવાની જરૂર છે.