નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે તેની વર્તમાન અવધિ માટે અંતિમ વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં તમામ વર્ગને રાજી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. નાણાં પ્રધાન પિયુષ ગોયલે બજેટ રજૂ કરતી વેળા અનેક યોજનાઓનો વરસાદ કર્યોહતો. ચૂંટણી વર્ષમાં બજેટ રજૂ કરતા ગોયલે કહ્યુ હતુ કે આ બજેટ દેશની વિકાસ યાત્રાનો માધ્યમ છે. બજેટમાં પિયુષ ગોયલે આવકવેરા મુક્તિ મર્યાદામાં જંગી વધારો કર્યો હતો. બજેટ રજૂ કરતી વેળા આવકવેરા મુક્તિ મર્યાદાને વધારીને પાંચ લાખ કરી હતી.બજેટ હાઇલાઇસ્ નીચે મુજબ છે.
- આવકવેરા મુક્તિ મર્યાદાને વધારીને પાંચ લાખ કરાઇ
- સ્થાનિક કામદારો માટે પેન્શન યોજનાની જાહેરાત
- ન્યુ પેન્શન યોજનામાં સરકારની ભાગીદારી વધારી દેવાઇ
- પ્રધાનમંત્રી શ્રમ યોદી માનધન યોજના જાહેર કરી
- ૨૫ હજારની કમાણી કરનારે ઇએસઈઇની સુવિધા મળશે
- કર્મચારીઓના એનપીએસમાં સરકાર તરફથી ૧૪ ટકાનુ યોગદાન કરવામા આવનાર છે
- ગ્રેચ્યુટીની મર્યાદાને ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૩૦ લાખ કરાઇ
- ગ્રેચ્યુટીમાં યોગદાનની મર્યાદાને ૧૫ હજાર રૂપિયાથી વધારીને ૨૧ હજાર કરવામાં આવી
- સર્વિસ દરમિયાન શ્રમિકના મોતના કેસમાં સહાયતા બે લાખની જગ્યાએ છ લાખ મળશે
- મહિલાઓને છ કરોડ મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા બાદ સ્કીમ જારી છે
- બે હેક્ટર જમીન ધરાવનાર ખેડુતના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરાવાશે
- ગ્રામીણ માર્ગ માટે ૯૮ હજાર કરોડની ફાળળણી કરવામાં આવી
- મનરેગા માટેની ફાળવણીને વધારી દેવાની જાહેરાત કરવામાં આવી
- ૭૦ ટકા મુદ્રા લોન મહિલાઓને આપવામાં આવી છે
- પ્રથમ વખત સરંક્ષણ બજેટને વધારીને ત્રણ લાખ કરોડ કરવામાં આવ્યુ
- ડિફેન્સ બજેટ માટે કેટલીક નવી વ્યવસ્થા કરવામાં આવી છે
- ૪૦ વર્ષ બાદ વન રેન્ક વન પેન્શનની સ્કીમને સેનિકો માટે અમલી કરવામાં આવી છે
- તમામ વર્ગને રાહત મળે તે દિશામાં પહેલ કરવામાં આવી રહી છે
- કામધેનુ યોજના માટે ૭૫૦ કરોડની ફાળળણી કરવામાં આવી
- રોજગારમાં મહિલાઓની ભાગીદારીને વધારાશે
- વેપાર શરૂ કરવા સરકાર ે ફંડ આપશે
- દેશમાં નવા મેડિકલ કોલેજ શરૂ કરાશે
- ફ્લેગશીપ રાષ્ટ્રીય આરોગ્ય યોજના શરૂઆત થઇ
- આરોગ્ય યોજના માટે આયુષ્યમાન ભારત યોજના
- માછીમારો અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ અપાશે
- નવા મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરાશે
- ટામેટા, બટાકા, ડુંગળી સિઝનલ હોવાથી ઓપરેશન ગ્રીન લોંચ કરાશે.
- તમામ પાક માટે ખેડૂતને લઘુત્તમ સમર્થન મૂલ્ય અપાશે
- નવા ગ્રામિણ બજાર ઇ-નેમથી બનાવાશે
- ખેડૂતોને ખર્ચ કરતા દોઢગણી રકમ ચુકવાશે
- કૃષિ ઉત્પાદનમાં રેકોર્ડ વધારો થયો છે
- જૈવિક ખેતીને પ્રોત્સાહન અપાશે
- દવામાં જે છોડનો ઉપયોગ થાય છે તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે
- વાંસના ઉત્પાદનને પ્રોત્સાહન અપાશે