નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે તેની વર્તમાન અવધિ માટે અંતિમ વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ. જેમાં તમામ વર્ગને રાજી કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. બજેટમાં સરકારે આ વખતે કરદાતાને રાહત આપી છે. કરદાતાને મોટી રાહત આપવામાં આવતા દેશમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. નાણાં પ્રધાન પિયુશ ગોયલે બજેટ રજૂ કરતી વેળા આજે જાહેરાત કરી હતી કે હવે વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ ચુકવવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત જે લોકોની આવક ૬.૫ લાખ કરતા વધારે છે અને આ લોકો પીએફ અને અન્ય ઇક્વિટીમાં રોકાણ કરે છે તો પણ તેમને ટેક્સની ચુકવણી કરવાની રહેશે નહીં.
મેડિકલ ઇન્સ્યોન્સ, હોમ લોન વ્યાજ ચુકવણી વેળા પણ લાભ થનાર છે. બજેટમાં આજે કરવામાં આવેલી જાહેરાતના કારણે આશરે ત્રણ કરોડ મધ્યમ વર્ગના લોકોને સીધો ફાયદો થશે. ગોયલે બજેટ ૨૦૧૯-૨૦ માટેની દરખાસ્ત રજૂ કરતા આ મુજબની જાહેરાત કરી હતી. પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ટેક્સ ડિડક્શન ૪૦૦૦૦ રૂપિયાથી વધારીનવે ૫૦૦૦૦ કરવાનો પણ આજે નિર્ણય કરવામાં આવ્યો હતો. બેક અને પોસ્ટ ઓફિસ પર ડિપોઝિટ પર વ્યાજ પર ટીડીએસ થ્રેસોલ્ડને ૧૦૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦૦૦૦ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.