સોની પિક્ચર્સ ટેલિવિઝન નેટવર્કસ અને યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશને
ઊભરતા ફિલ્મકારોને પ્રદર્શિત કરવા માટે ધ પિક્ચર ધિસ ફેસ્ટિવલ લોન્ચ કર્યું
સોની પિક્ચર્સ ટેલિવિઝન નેટવર્કસ (એસપીટીએન) દ્વારા યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં આજે દુનિયાભરના ઊભરતા ફિલ્મકારો, રોજબરોજના વારતાકારો અને પરિવર્તનકારીઓને આપણી ધરતી માટે તેઓ જુએ છે તે હકારાત્મક ભવિષ્ય પ્રદર્શિત કરવા માટે ટૂંકી ફિલ્મની સ્પર્ધા પિક્ચર ધિસ ફેસ્ટિવલ ફોર ધ પ્લેનેટ (www.sonypicturethis.com) શરૂ કરવાની જાહેરાત કરી છે. 30 જાન્યુઆરીથી આરંભ કરતાં દુનિયાભરના ૭૦ દેશના લોકોને ગરીબી નાબૂદી, ધરતીનું રક્ષણ અને બધા માટે સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે યુનાઈટેડ નેશન્સનાં બધાં ૧૯૩ સભ્ય રાજ્યો દ્વારા મંજૂર વૈશ્વિક લક્ષ્યોનો સંચ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) દ્વારા પ્રેરિત લંબાઈમાં એક અને આઠ મિનિટ વચ્ચેનો વિડિયો સુપરત કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
સોનીમાં વારતાકથન અને નાવીન્યતા વચ્ચે આંતરજોડાણના અમે ગૌરવશાળી ચેમ્પિયન્સ છીએ અને આ પિક્ચરની આગેવાની કરવામાં અમને બેહદ રોમાંચ છે. યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશન અને અમારા અન્ય ભાગીદારોના ટેકા સાથે અમે ઊભરતી ક્રિયાત્મકતાના આ અવાજ થકી આ મહત્ત્વપૂર્ણ વિકાસ લક્ષ્યોને નવી ઊંચાઈએ લઈ જવા અને તેમનાં ઉત્તમ કાર્યોને અર્થપૂર્ણ રીતે પહોંચ આપવા માટે ભારે ઉત્સુક છીએ. – તેમ સોની પિક્ચર્સ ટેલિવિઝન નેટવર્કસના પ્રેસિડેન્ટ એન્ડી કેપ્લાન જણાવ્યું હતું.
કેપ્લાન ઉપરાંત ફિલ્મ સબમિશન્સ જજ કરનારા સેલિબ્રિટી હિમાયતીઓ અને ઉદ્યોગ આગેવાનોની યાદીમાં પર્યાવરણીય હિમાયતી અને ધ બ્લેકલિસ્ટ હિટ ટીવી સિરીઝની અભિનેત્રી મેગન બૂન, યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલિઝાબેથ કઝેન્સ, સોની પિક્ચર્સ ટેલિવિઝન નેટવર્કસના પ્રોગ્રામિંગ અને પ્રોડકશનના ઈવીપી મેરી જેકબસન, સોની પિક્ચર્સ ક્લાસિક્સના કો- પ્રેસિડેન્ટ્સ ટોમ બર્નાર્ડ અને માઈકલ બાર્કર, સોની પિક્ચર્સ નેટવર્કસ ઈન્ડિયાના એમડી અને સીઈઓ શ્રી એન. પી. સિંગ, સ્ક્રીન જેમ્સના ફિઝિકલ પ્રોડકશનના પ્રેસિડેન્ટ ગ્લેન ગેનર, એન્વાયર્નમેન્ટલ મિડિયા એસોસિયેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ ડેબી લેવિન, વી ટ્રાન્સફરના પ્રેસિડેન્ટ અને ચીફ માર્કેટિંગ ઓફિસર ડેમિયન બ્રેડફિલ્ડનો સમાવેશ થાય છે.
ધ પિક્ચર ધિસ ફેસ્ટિવલ ફોર ધ પ્લેનેટના સબમિશનસ 30 જાન્યુઆરીથી ખૂલશે અને 30 એપ્રિલે બંધ થશે. આ સ્પર્ધા દુનિયાભરના ચુનંદા દેશોના ઉમેદવારો માટે ખુલ્લી છે. કૃપા કરીને વધુ જાણકારી અને મફતમાં એન્ટ્રી માટે વિઝિટ કરો sonypicturethis.com. ભારતમાં ધ પિક્ચર ધિસ ફેસ્ટિવલની નિયમિત અપડેટ્સ એસપીએનના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર મળશે, જેમાં Instagram અને Facebookનો સમાવેશ થાય છે.
યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી સીઈઓ એલિઝાબેથ કઝેન્સે જણાવ્યું હતું કે ધ પિક્ચર ધિસ ફેસ્ટિવલ ફોર ધ પ્લેનેટ મેદાન પર શું થઈ રહ્યું છે તે વૈશ્વિક દર્શકોને જોડવા માટે નાવીન્યપૂર્ણ નવું મંચ છે, જેથી લોકો રોજબરોજના જીવનમાં એસડીજીને કૃતિશીલ બનાવે. યુનાઈટેડ નેશન્સ ફાઉન્ડેશન એસડીજીને નવા દર્શકો સુધી લાવવા માટે તેની ક્રિયાત્મકતા અને પહોંચનો લાભ લેવાની તેની ઈચ્છાશક્તિ અને સક્ષમતા પ્રત્યે તેની ઊંડાણભરી વચનબદ્ધતાની સરાહના કરે છે. લોકો અને ધરતીનું રક્ષણ કરવા માટે સક્રિય રીતે કામ કરતા દુનિયાભરના લોકોની વ્યક્તિગત ગાથાઓની ઉજવણી કરવા માટે પિક્ચર ધિસ આ મહત્ત્વાકાંક્ષી અને હાંસલક્ષમ લક્ષ્યો સાકાર કરવાના પ્રયાસમાં જોડાવા માટે અન્યોને પ્રેરિત કરવામાં મદદરૂપ થશે.
આ ઉનાળામાં આઠ (8) પ્રાદેશિક વિજેતાઓને સોની પિક્ચર્સ સ્ટુડિયો લોટ ખાતે ઉદ્યોગના આગેવાનો અને સામાજિક પ્રભાવશાળી ભાગીદારો સાથે નેટવર્કિંગ અને તાલીમના દિવસ માટે ધ પિક્ચર ધિસ ફેસ્ટિવલ ફોર ધ પ્લેનેટમાં હાજરી આપવા લોસ એન્જલસમાં લઈ જવાશે, જે પછી પ્રાદેશિક વિજેતાઓની ફિલ્મોનું સ્ક્રીનિંગ કરાશે. પ્રાદેશિક વિજેતાઓને સોની આરએક્સઓ કેમેરા સાથે લોસ એન્જલસમાં બે રાત માટે મુકામ અને હવાઈભાડું અપાશે. ઉપરાંત એક વર્ષનું WeTransfer Plus અકાઉન્ટ પ્રાપ્ત થશે, જ્યારે ગ્રાન્ડ પ્રાઈઝ વિનરનું સોની એ6500 કેમેરા અને એસઈએલ 1670 લેન્સ સાથે સન્માન કરાશે.
ભારતમાંથી ત્રણ વિજેતા ચૂંટી કાઢવામાં આવશે. પ્રથમ વિજેતાને ઉક્ત સંકેત અનુસાર ગ્રેટિફિકેશન અપાશે, જ્યારે ભારતમાંથી અન્ય બે વિજેતાને પ્રત્યેકી બિલ્ટ- ઈન પ્રોજેક્ટર (HDR-PJ675) કેમેરા સાથે સોની PJ675હેન્ડીકેમ® પુરસ્કૃત કરાશે. ઉપરાંત ભારતમાંથી પ્રથમ 100 એન્ટ્રીઓને પ્રત્યેકી એક વર્ષ માટે વી ટ્રાન્સફર પ્લસ અકાઉન્ટ પ્રાપ્ત થશે.
ધ પિક્ચર ધિસ ફેસ્ટિવલ ફોર ધ પ્લેનેટ એસડીજી વિશે જાગૃતિ લાવવા માટે સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટનો નવો પ્રોજેક્ટ છે. 2016માં યુનાઈટેડ નેશન્સ અને એસપીઈ દ્વારા એન્ગ્રી બર્ડસ ફોર અ હેપ્પી પ્લેનેટ લોન્ચ કરવામાં આવી હતી, જે વૈશ્વિક યુવા પહોંચ ઝુંબેશે ધરતીનું રક્ષણ કરવા અને હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે કૃતિ પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન અને સોશિયલ મિડિયા મંચોનો લાભ લીધો હતો. હવામાન પરિવર્તન અને તેના પ્રભાવો સામે તાકીદે પગલાં લેવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ #13 પર કેન્દ્રિત આ ઝુંબેશમાં ધ એન્ગ્રી બર્ડસ મુવીના રેડ અને અન્ય પાત્રો ચમક્યાં હતાં. 2017માં સ્માર્ફસઃ ધ લોસ્ટ વિલેજના કલાકારોના ટેકા સાથે દર્શકોને દરેકને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વિશે જાણકારી આપવા અને ટેકો આપવા માટે પ્રેરિત કરવા સ્મોલ સ્મર્ફસ બિગ ગોલ્સ માટે ટીમ સ્મર્ફસમાં જોડાવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.