નવીદિલ્હી : પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ભારત અને અફઘાનિસ્તાન બંને જગ્યા પર ત્રાસવાદી હુમલાઓ કરી શકે છે. અમેરિકાના ઇન્ટેલીજન્સ વડા ડેન કોટ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાનના કેટલાક સંગઠનો નીતિગતરીતે આતંકવાદી લોકોને ટેકો આપે છે. આ સંગઠનોના રુઢિવાદી વલણના લીધે આતંકવાદી ગતિવિધિ વધી રહી છે. આના કારણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ભારતમાં હુમલા કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, તાલિબાનની સામે અમેરિકાના ત્રાસવાદ વિરોધી પગલાની પણ માઠી અસર થઇ રહી છે. ડેન કોટે કહ્યું હતું કે, પાકિસ્તાનના ત્રાસવાદીઓ ભારત, અફગાનિસ્તાન અને અમેરિકી હિતોની સામે હુમલા કરી શકે છે. હુમલાઓની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આના માટે પાકિસ્તાનમાં પોતાના આશ્રિતોને લાભ લેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અન્ય અમેરિકી ગુપ્તચર સંસ્થાઓના વડા વિશ્વવ્યાપી ખતરા ઉપર પોતાના મૂલ્યાંકનને લઇને રજૂઆત કરી રહ્યા છે.
બીજી બાજુ કોટ્સે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમોના સતત વિકાસના કારણે વિકાસ અને વૃદ્ધિના લીધે દક્ષિણ એશિયામાં પરમાણુ સુરક્ષા સાથે જાડાયેલી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અમેરિકી સાંસદોને કહેવામાં આવ્યું છે કે, ભારતમાં સાંપ્રદાયિક હિંસાની આશંકા પ્રબળ બની રહી છે. જા સત્તારુઢ ભાજપ મે મહિના પહેલા હિન્દુ રાષ્ટ્રવાદી વિષય ઉપર ભાર મુકશે તો વધારે સમસ્યા ઉભી થશે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો પણ તંગ બનેલા છે. બંને દેશો વચ્ચેના સંબંધ સુધારવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ જિંગપિનના પ્રયાસો છતાં સંબંધ તંગપૂર્ણ રહ્યા છે