બેંગ્લોર : માઇક્રોસોફ્ટના કોર્પોરેટ વેન્ચર ફંડ એમ૧૨એ ભારતમાં ઉદ્યોગ સાહસિકોને ઇનોવેશનમાં મદદરૂપ બનવા તેમજ માઇક્રોસોફ્ટની નિપૂંણતા અને ટેકનોલોજી સાથે વૃદ્ધિ સાધવામાં સહયોગ આપવા માટે દેશમાં વધુ રોકાણ કરવાની જાહેરાત કરી છે.એમ૧૨ સાથે પાર્ટનર રશ્મી ગોપિનાથ ભારતમાં એમ૧૨ના રોકાણનું નેતૃત્વ કરશે. માઇક્રોસોફ્ટે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં રોકાણ જાળવી રાખ્યું છે તથા એમ૧૨એ ભારતમાં પોતાના પ્રથમ રોકાણ ઇનોવેસરની જાહેરાત કરી છે. આ સ્ટાર્ટઅપ હેલ્થકેરમાં ડેટાઇન્ટરઓપરેબિલિટીના ઉકેલ માટે કામ કરે છે તથા હેલ્થકેર સિસ્ટમને ડેટા-ફર્સ્ટ એપ્રોચ સાથે તેમના ક્લિનિકલ અને નાણાકીય પરિણામો વધારવામાં મદદરૂપ બને છે.
ભારતમાં ટેક બિઝનેસ-ટુ-બિઝનેસ (બી૨બી) સ્ટાર્ટઅપમાં વેન્ચર કેપિટલ ઇનવેસ્ટમેન્ટ વર્ષ ૨૦૧૮માં ૪૧૫ સોદામાં ઇક્વિટી ફંડિંગમાં ૩.૦૯ અબજ યુએસ ડોલર સાથે સતત વધી રહ્યું છે, જે વર્ષ ૨૦૧૭ના ૨.૧૪ અબજ યુએસ ડોલરના રોકાણની સરખામણીમાં ૨૮ ટકા વધુ છે (સ્રોતઃ ટ્રેક્શન૨૦૧૮). આ ઉપરાંત ભારતમાં સ્થાપિત બી૨બીમાં એન્ટરપ્રાઇઝની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, જે વૈશ્વિક ગ્રાહકોના વિશાળ આધાર અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લ‹નગ, રોબોટિક્સ, સોફ્ટવેર એઝ અ સર્વિસ (એસએએએસ), ડેટા એનાલિટિક્સ અનેઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)ની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટ અને એમ૧૨ માટે આ ક્ષેત્રો વ્યૂહાત્મક રીતે પ્રાથમિકતા ધરાવે છે. આ ઉપરાંત વિશ્વભરમાં ભારતમાં ટેકનીકલ કૌશલ્યો સાથે કમ્પ્યુટર વિઝન, રોબોટિક્સ, બ્લોકચેઇન અને ઓટોનોમસ ડ્રાઇવિંગ જેવાંક્ષેત્રોમાં નિપૂંણતા ધરાવતા વ્યક્વિઓના વિશાળ સમૂહને કારણે ભારત વિશિષ્ટ સ્પર્ધાત્મકતાનો લાભ પ્રદાન કરે છે. આ પરિબળો ભારત માટે અત્યંત સકારાત્મક છે, જેના કારણે ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરીને તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકાય તેમ છે.
“અમે ભારતમાં એમ૧૨ની ઉપસ્થિતિ વિસ્તારતા ઉત્સાહિત છીએ,” તેમ એમ૧૨ના ગ્લોબલ હેડ અને માઇક્રોસોફ્ટના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ નાગરાજ કશ્યપે જણાવ્યું હતું. “ભારતીય માર્કેટ ઉદ્યોગસાહસિકોથી ભરપૂર છે અને તેઓ વિશ્વસ્તરીય સ્ટાર્ટઅપ્સનું નિર્માણ કરી રહ્યાં છે કેજેઓ વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ કરી રહ્યાં છે. આ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરતાં અમારુંમ માનવું છે કે અમે એન્ટરપ્રાઇઝિસને આગળ વધવામાં તથા તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મદદરૂપ બનવા માગીએ છીએ.”
ભારતમાં સ્ટાર્ટઅપની તકોમાં ઇનોવેસર શ્રેષ્ઠ ઉદાહરણ છે. હેલ્થકેર સ્ટાર્ટઅપ સાસ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાર્યાલય ધરાવે છે અને તે વ્યાપક હેલ્થકેર ડેટા પ્લેટફોર્મ તથા ૫૦૦ પ્રેÂક્ટસ સ્થળો ઉપર ૧૦,૦૦૦થી વધુ હેલ્થકેર પ્રોવાઇડર્સ માટે ઇન્ટેલિજન્ટ કેર એપ્લીકેશન મોડ્યુલઓફર કરે છે. મશીન લર્નિગ અને હેલ્થકેર સંબંધિત કન્ટેક્ચ્યુઅલ એક્સપર્ટિઝને આધારે ઇનોવેસર પોતાના યુઝર્સને ફાયનાન્સિયલ, ક્લેમ, પેશન્ટ અને ઓપરેશન ડેટા એકીકૃત કરવામાં મદદ કરે છે, જેનાથી દર્દીને ૩૬૦ ડિગ્રી વ્યૂ સાથે યોગ્ય નિર્ણય, કેર કોઓર્ડિનેશન અને રિપોર્ટિગમાંમદદ મળી રહે છે.
ઇનોવેસરના સીઇઓ અભિનવ શશાંકે જણાવ્યું હતું કે, “સાકલ્યવાદી હેલ્થકેર ડેટા પ્લેટફોર્મ પ્રદાન કરવું અમારી મુખ્ય પ્રાથમિકતા છે, જે ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણ દ્વારા હેલ્થકેર સિસ્ટમ અને ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર્સને મૂલ્ય આધારિક કેર મોડલ વિકસાવવામાં મદદરૂપ બને તથાખર્ચમાં ઘટાડો અને સંચાલકીય કાર્યક્ષમતા વધારવામાં ઉપયોગી બની રહે. અમે એમ૧૨ અને માઇક્રોસોફ્ટ સાથે કામ કરતાં ઉત્સાહિત છીએ, જેનાથી તેમની બેસ્ટ-ઇન-ક્લાસ ટેકનીકલ, ઇન્ડસ્ટ્રી, અને ગો-ટુ-માર્કેટ નિપૂંણતાના ઉપયોગથી વિશ્વભરના હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનનીજરૂરિયાતોને પૂર્ણ કરી શકાશે.”