અમદાવાદ : વેલ્વોલાઈન ક્યુમિન્સ પ્રાઈવેટ લિમિટેડ (વીસીપીએલ) ભારતમાં પ્રીમિયમ બ્રાન્ડેડ લુબ્રિકન્ટ્સની અગ્રણી પ્રદાતામાંથી એક હોઈ તેણે આજે ૨૦૧૮ માટે વેચાણની ૧૦૦ મિલિયન લિટરની નોંધનીય સિદ્ધિ પાર કરી હોવાની જાહેરાત કરી હતી. વીસીપીએલ વેલ્વોલાઈન ઈન્ટરનેશનલ ઈન્ક. યુએસએ અને ક્યુમિન્સ ઈન્ડિયા લિ. વચ્ચે ૫૦ઃ૫૦ સંયુક્ત સાહસ છે અને લુબ્રિકન્ટ્સ, ગ્રીસ અને સંલગ્નિત ઉત્પાદનોના નિર્માણ, વિતરણ અને વેચાણમાં સંકળાયેલી છે. વેલ્વોલાઈન નાવીન્યપૂર્ણ પ્રીમિયમ લુબ્રિકન્ટ્સ અપનાવવામાં આગેવાન તરીકે લાંબો ઈતિહાસ ધરાવે છે અને આ સિદ્ધિ ભારતમાં અમારા વેપાર મોડેલની સફળતા આલેખિત કરે છે, એમ ઈન્ટરનેશનલ એન્ડ પ્રોડક્ટ સપ્લાયના વેલ્વોલાઈનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ક્રેગ મોઘલરે જણાવ્યું હતું.
અમારી ક્યુમિન્સ સાથે ઘેરી વૈશ્વિક ટેકનિકલ ભાગીદારીએ આમાં નોંધનીય ભૂમિકા ભજવી છે. ભારતની બજાર બીએસફાઇવ એન્જિન ટેકનોલોજી તરફ આગેકૂચ કરી રહી છે ત્યારે અમે ઉચ્ચ ગુણવત્તાનાં મૂલ્ય વર્ધિક પ્રવાહીઓ સાથે તૈયાર છીએ. વેલ્વોલાઈન ક્યુમિન્સ પ્રાઈવેટ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંદીપ કાલિયાએ જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકો, વેપાર ભાગીદારો, કર્મચારીઓ અને વેન્ડરોએ અમારી પર એકધાર્યો વિશ્વાસ મૂક્યો અને વેલ્વોલાઈન ક્યુમિન્સને ભારતમાં ફક્ત ૨૦ વર્ષમાં આ સિદ્ધિ પાર કરવામાં મદદ કરી તે બદલ તેમના આભાર માનીએ છીએ. વેલ્વોલાઈન ક્યુમિન્સ ટેકનોલોજીમાં, બીએસ૩ અને બીએસ૪ માટે લુબ્રિકન્ટ્સ અને પ્રવાહીઓ પૂરું પાડવાનું હોય અથવા ટૂંક સમયમાં જ અમલી થનાર બીએસ૪ નિયમનમાં પ્રવેશ કરવા માટેની તૈયારી હોઇ હંમેશાં આગેવાન રહી છે. અમે અમારાં પ્રથમ ૨૦ વર્ષમાં ઘણું બધું સિદ્ધ કર્યું છે. હું એકધારી નાવીન્યતા લાવવાના અને અમારા ગ્રાહકોને મૂલ્યવર્ધિક પ્રોડક્ટો અને સેવાઓ પૂરી પાડીને વૃદ્ધિને ગતિ આપવા પૂર્વસક્રિય રીતે અમારા ધ્યેય પર ફરીથી ભાર આપવા માગીએ છીએ.
વેલ્વોલાઈન ક્યુમિન્સ પ્રાઈવેટ લિમિટેડ લિશે (વીસીપીએલ) વેલ્વોલાઈન ક્યુમિન્સ પ્રાઈવેટ લિમિટેડ ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી લુબ્રિકન્ટ કંપનીમાંથી એક છે અને ડીઝલ તથા નેચરલ ગેસ એન્જિન ઉત્પાદનમાં આગેવાન ક્યુમિન્સ ઈન્ડિયા લિ. સાથે સંયુક્ત સાહસ છે.