સતત એકપછી એક બે વનડે શ્રેણી જીતીને ભારતીય ટીમે દુનિયામાં પોતાનો ડંકો વગાડી દીધો છે. પહેલા ઓસ્ટ્રેલિયામાં અને હવે ન્યુઝીલેન્ડમાં વનડે શ્રેણી જીતીને ભારતીય ટીમે પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ભારતીય ટીમે પહેલા ઓસ્ટ્રેલિયાની જમીનમાં ટેસ્ટ અને વનડે શ્રેણી જીતી હતી. જ્યારે હવે ન્યુઝલેન્ડમાં વનડે શ્રેણી જીતી લીધી છે. સતત બે વિદેશી જમીન પર શ્રેણી જીતી ભારતીય ટીમે સાબિતી આપી છે કે ટીમ ઇન્ડિયા વર્ષના મધ્યમાં યોજાનાર વર્લ્ડ કપ માટે સંપૂર્ણ પણે તૈયાર છે. આ વખતે તે ફેવરીટ પણ બની ગઇ છે. વચ્ચેના ગાળામાં થોડાક સમય માટે ટીમ સંતુલિત ન હતી. જા કે હવે ટીમ ઇન્ડિયા સજ્જ થઇ ગઇ છે. સંતુલિત ટીમ ત્રણેય વિભાગોમાં થઇ ગઇ છે. દરેક ખેલાડી પોતાના શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે.
ટીમમાં તમામ જગ્યાએ પુખ્ત રીતે ભરાઇ ગઇ છે. દરેક ખેલાડીના વિકલ્પ પણ રહેલા છે. મહેન્દ્ર સિંહ ધોની ફોર્મમાં આવી જતા બોનસ સમાન છે. કારણ કે મેદાનમાં ધોનીની હાજરી જ ટીમના ખેલાડીઓના જુસ્સાને વધારી દે છે. છેલ્લી ઘડીએ ધોની દ્વારા આપવામાં આવતી ટિપ્સ બાજી ફેરવી નાંખવામાં મદદરૂપ રહે છે. આવી જ રીતે શિખર ધવન પણ ફોર્મમાં આવી ગયો છે. આની સાથે જ ઓપનિંગની ચિંતા હવે ખતમ થઇ ગઇ છે. રોહિત શર્મા તો છેલ્લા કેટલાક સમયથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. વિરાટ કોહલી પણ ફોર્મમાં ચાલી રહ્યો છે. મધ્યમ ક્રમમાં છેલ્લા કેટલાક સમયથી સતત પ્રયોગો કરવામાં આવી રહ્યા હતા. જે હવે પૂર્ણ થઇ ગયા છે. રાયડુ પણ નિચલા ક્રમમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. જા કે તે શાનદાર દેખાવ કરવા માટે હજુ આશાવાદી છે. હાર્દિક પંડ્યા પણ ફોર્મમાં ચાલી રહ્યો છે. જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામીની જાડી જારદાર દમમાં દેખાઇ રહી છે. ક્રિકેટમાં હાલમાં ઝડપી બોલરો સૌથી શાનદાર આફ્રિકાની ટીમમાં છે. હવે ભારતીય ટીમમાં પણ ઘાતક બોલરો છે. જેના કારણે ટીમને જીત મળી રહી છે.
કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલનો કોઇ જવાબ મળી રહ્યો નથી. હરિફ ટીમો આ બંને બોલરોની સામે ફ્લોપ સાબિત થઇ રહી છે. ટીમ ઇન્ડિયા વિશ્વ કપ પહેલા આઇપીએલમાં રમનાર છે. આશા રાખી શકાય છે કે આના કારણે કોઇ ખેલાડી ફ્લોપ રહેશે નહીં. ટીમ મેનેજમેન્ટ દ્વારા સમય સમય પર ટોપ ખેલાડીઓને આરામ આપવામાં આવી રહ્યો છે. પહેલા બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. હવે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. જેથી કેટલાક નવા ખેલાડીને તક આપવામા ંઆવી શકે છે. ટીમના હાલના દેખાવથી કરોડો ચાહકોની અપેક્ષા વધી ગઇ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં વિરાટ દેખાવ કરી રહી છે. વર્લ્ડ કપમાં હવે ભારતીય ટીમ કેવો દેખાવ કરે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. તમામની નજર હાલમાં ટોપ ઓર્ડર ખેલાડી પર કેન્દ્રિત થઇ ગઇ છે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી અને ધોનીનો સમાવેશ થાય છે. વિદેશી જમીન પર ભારતીય ટીમ પહેલા ફ્લોપ રહેતી હતી પરંતુ હવે તો કોહલીની ટમ વિદેશમાં પણ ડંકો વગાડી રહી છે.