મુંબઇ : બોલિવુડમાં હાલમાં નવા નવા કલાકારોની જોડી જમાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. હવે વરૂણ ધવન અને શ્રદ્ધા કપુરની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. ફિલ્મના નામની ટુંક સમયમાં જ જાહેરાત કરવામા ંઆવી શકે છે. ફિલ્મમાં વરૂણ ધવન પંજાબના યુવાનની ભૂમિકામાં નજરે પડનાર છે. જ્યારે શ્રદ્ધા કપુર પાકિસ્તાની ડાન્સરની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ હવે પંજાબમાં શરૂ કરવામાં આવનાર છે. પંજાબ ઉપરાંત બ્રિટનમાં શુટિંગ કરવામાં આવનાર છે. કુલ ૪૦ દિવસ સુધી સતત શુટિંગ કરવામાં આવનાર છે. ફિલ્મને વહેલી તકે પૂર્ણ કરવાની હિલચાલ ચાલી રહી છે. મ્યુઝિકલની સાથે સાથે ફિલ્મમાં શ્રદ્ધા પાંચ પ્રકારના ડાન્સને રજૂ કરનાર છે. જેના માટે ટ્રેનિંગ મેળવી રહી છે.
રેમો ડિસોઝા ફિલ્મને લઇને આશાવાદી છે. તેઓ માને છે કે શ્રદ્ધા કપુર કેટલીક નવા ડાન્સ સ્ટેપ શિખે તે જરૂરી છે. કોરિયોગ્રાફરો દ્વારા કેટલાક વર્લ્ડ બેસ્ટ ડાન્સ વિડિયોન યાદી તૈયાર કરી છે. જેના આધાર પર આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. શ્રદ્ધા કપુર પાસે હાલમાં અનેક ફિલ્મો હાથમાં રહેલી છે. જેમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મનો સમાવેશ થાય છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં નિર્માતા ભુષણ કુમારે કહ્યુ હતુ કે ફિલ્મ કોઇ પણ ફ્રેન્ચાઇસના ભાગરૂપે રહેશે નહીં.
તે નવી ડાન્સ ફ્રેન્ચાઇસ રહેશે. પ્રથમ ભાગમાં ૧૨ ગીતો સામેલ કરવામાં આવનાર છે. જેમાં મુળભુત ગીતો. મિક્સ અને ફોક ડાન્સ આધારિત ગીતો રહેશે. હિન્દ પોપ સોંગને પણ સારી રીતે રજૂ કરવાની હિલચાલ ચાલી રહી છે. એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં નોરા ફતેહી પણ કામ કરી રહી છે. તે હાલમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા ધરાવે છે. જાણકાર લોકો કહે છે કે શ્રદ્ધા અને વરૂણ ધવનની જાડી તમામ ચાહકોને પંસદ પડશે.