વાંચક મિત્રો તરફથી ગણતંત્ર પર્વ વિશેષ શ્રેણીને મળી રહેલા અદભૂત પ્રતિસાદ ખબરપત્રી ટીમને પ્રકારના લેખ રજૂ કરવા માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે. આપ સૌ વાંચક મિત્રોનો પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે તથા ખબરપત્રી ટીમ આભાર વ્યક્ત કરે છે.
તો આપણા દેશ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે ખબરપત્રી પર વિશેષ રજૂ થઇ રહેલી આ ગણતંત્ર પર્વ વિશેષ શ્રેણીને આગળ વધારતા ભાગ-4 માણીયે.
આ શ્રેણીનું સંકલન અને લેખન વડોદરાના રહેવાસી જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા કરવામાં આવ્યું છે.
૮) રાષ્ટ્રીય પુષ્પ : કમળ
કમળનું મુળ વતન વિયેતનામથી અફઘાનિસ્તાન સુધી ગણાય છે. તે સૌંદર્ય પ્રસાધન અને ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇ.સ.૧૭૮૭માં પ્રથમ વખત તેને પશ્ચિમ યુરોપમાં લઇ જવાયેલ, કમળ વિયેતનામનું પણ “રાષ્ટ્રીય ફુલ” ગણાય છે.
ચીની લોકો કમળને પવિત્રતા અને સૌન્દર્યનું પ્રતીક માને છે. તેનો ઉપયોગ ચીની કવિતામાં ઘણો થાય છે. કમળના ચીની પરંપરામાં મહત્વની ચરમસીમા કંફ્યુસીયસના વિધ્વાન ઝૌ દુન્યી દ્વારા કહેવાયું છે “હું કમળને ચાહું છું કેમ કે તે કાદવમાં ઉગવા છતાં તે બેદાગ છે”
હિંદુવ્તવમાં ખીલેલું કમળ-પદ્મને પુરાણ શસ્ત્રોના આરંભ સાથે અને વિષ્ણુ, બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતી દેવી આદિ સાથે જોડવામાં આવે છે. પ્રાચીન કાળથી કમળ હિંદુ પરંપરાનું ભવ્ય ચિન્હ રહ્યું છે. કમળનો ઉપયોગ હમેંશા દિવ્ય સુંદરતાના રૂપક તરીકે થાય છે. વિષ્ણુને પદ્મલોચન તરીકે પણ ઓળખાય છે. કમળની પાંખડીઓનું ખુલવું આત્માના દ્વાર ઉઘડવા સાથે સરખાવાય છે. તેનું કાદવમાં ખીલવું એક અનેરૂ આધ્યાત્મીક ઉદાહરણ પુરું પાડે છે. બ્રહ્મા અને લક્ષ્મી જેવા સમૃદ્ધિના દેવનો સંબંધ કમળ સાથે છે. પ્રભુ ચિત્રકારીમાં હિંદુ પરંપરામાં દેવ દેવીની હમેંશા કમળ ઉપર બેસાડેલા હોય છે.
૯) રાષ્ટ્રીય પંચાગ : શક સંવત
ભારતનું રાષ્ટ્રીય પંચાગ શક સંવત પર આધારિત છે.
શક સંવત એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે, એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે પૂનમ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.
શક સંવતની શરૂઆત કેવી રીતે થઇ એ હજુ અસ્પષ્ટ છે. જોકે મોટાભાગના વિદ્વાનો રાજા ચશ્ટનના ઇ.સ. ૭૮માં થયેલા રાજ્યાભિષેકને શક સંવતની શરૂઆત ગણે છે.
શક સંવતના માહ નીચે મુજબ છે.
- ચૈત્ર
- વૈશાખ
- જેઠ
- અષાઢ
- શ્રાવણ
- ભાદરવો
- આસો
- કારતક
- માગશર
- પોષ
- મહા
- ફાગણ
શક સંવતનો ઉપયોગ નીચે આપેલ સરકારી કામોમાં અપનાવવામાં આવ્યા છે.
- ભારતના સમાચારપત્રો
- ઓલ રેડિયો દ્વારા સમાચાર પ્રસારણ
- ભારત સરકાર દ્વારા નિર્ગમિત કેલેન્ડરો અને
- જાહેર જનતાને સંબોધીને સરકારી સંચારો
સામાન્ય રીતે શક સંવતના પહેલા માહ ચૈત્રની ૧લી તારીખ ૨૨ માર્ચે હોય છે અને લીપ વર્ષમાં ૨૧ માર્ચે.
૧૦) રાષ્ટ્રીય મુદ્રા : રૂપિયો
ભારતીય રૂપિયોએ ભારતનું રાષ્ટ્રીય ચલણ છે. જેનું નિયમન ભારતીય રિઝર્વ બેંક કરે છે. ૫ માર્ચ ૨૦૦૯ના રોજ ભારત સરકારે રૂપિયા માટે એક વૈશ્વિક પ્રતીકચિહ્ન બનાવવા માટે સ્પર્ધાની જાહેરાત કરી હતી.
૨૦૧૦નાં કેન્દ્રીય અંદાજપત્ર દરમિયાન તત્કાલિન નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ સૂચવ્યું હતું કે, પ્રસ્તાવિત ચિહ્ન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિની ઝલક સમું હશે અને તેને પ્રતિબિંબિત કરતું હશે. પાંચ પ્રતીકોની તારવણી કરવામાં આવી હતી અને તેમાંથી કેબિનેટે ૧૫ જુલાઇ ૨૦૧૦ના રોજ ડી. ઉદય કુમારે ઉપરોક્ત બનાવેલાં ચિહ્ન પર પસંદગી ઢોળી હતી.
રૂપિયાનું આ નવું ચિહ્ન દેવનાગરી લિપીના र અને લેટીન Rનું સંયોજન કરીને બનાવવામાં આવ્યું છે. ઊપરની સમાન્તર રેખાઓ ત્રિરંગાની આભા આપે છે અને દેશની આર્થીક અસમાનતા દૂર કરવાની ઇચ્છા દર્શાવે છે. આ નવું ચિન્હ હવે આંતર્રાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચલણનું પ્રતિનીધીત્વ કરે છે.
(ક્રમશઃ)
સંકલન તથા લેખનઃ
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}