બોલિવુડમાં હાલના દિવસોમાં દેશભક્તિવાળી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. આવી ફિલ્મોને બોક્સ ઓફિસ પર મોટી સફળતા પણ મળી રહી છે. જેથી નિર્માતા નિર્દેશક આવી જ ફિલ્મો બનાવી રહ્યા છે. માયાનગરીવાળા ફિલ્મ નિર્માતા નિર્દેશક પહેલા પણ દેશભક્તિવાળી ફિલ્મો બનાવતા રહ્યા છે. વિતેલા વર્ષોના અભિનેતા મનોજ કુમારે તો મોટા ભાગે દેશભક્તિ સાથે સંબંધિત ફિલ્મો જ બનાવી હતી. પહેલા પણ દેશભક્તિની ફિલ્મો બનતી હતી અને સુપરહિટ થતી હતી. જો કે હાલમાં આ દોર ચરમસીમા પર છે. પરમાણુ, રાજી, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક, મણિકર્ણિકા, કંલક, શમશેરા અને કેસરી જેવી ફિલ્મો રહેલી છે
હાલમાં દેશભક્તિની કેટલીક ફિલ્મો રજૂ થઇ છે. કેટલીક નિર્માણ હેઠળની ફિલ્મો છે. બીજી બાજુ દેશના લોકો પણ કહી રહ્યા છે કે જો દેશભક્ત છો તો જીરો નહીં ઉરી ફિલ્મ નિહાળવામાં આવે. જેમ જુમલાબાજી સોશિયલ મિડિયા પર તરી રહ્યા છે. હવે ફિલ્મો પણ દેશભક્તિ સાબિત કરવા માટે બનાવવામાં આવી રહી છે.
હકીકતમાં ઉરી ફિલ્મ ચોક્કસપણે જાવામાં આવે પરંતુ એક શાનદાર ફિલ્મ જોવા માટે દેશભક્તિ સાબિત કરવાની કોઇ જરૂર નથી. ફિલ્મ નિહાળતી વેળા સરહદ પર ફરજ બજાવતા જવાનોના સન્માનમાં તાળી વગાડવામાં આવે તેમાં કોઇ વાંધો નથી. તેમના સન્માનમાં વાત થાય તેમાં કોઇ વાંધો નથી. અભિનેતા વિકી કોશલની શાનદાર અભિનયને લઇને તમામ લોકો પ્રભાવિત થયેલા છે. ઉરી ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મમાં વિકી કોશલે યાદગાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મ તમામ વર્ગના લોકોને પસંદ પડી રહી છે.