મેડ્રીડ : સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રીડ દુનિયાની સૌથી અમીર ક્લબ તરીકે છે. તેની આવક દુનિયાની અન્ય ફુટબોલ ક્લબ કરતા ખુબ વધારે છે. કમાણીના આધાર પર રેન્કિંગ જારી કરવામાં આવે છે. રિયલ મેડ્રીડ ક્લબની કમાણી ૬૦૭૮ કરોડ રૂપિયાની આસપાસ છે. જ્યારે બાર્સેલોનાની કમાણી ૫૫૮૯ કરોડ રૂપિયાની છે. આ યાદીમાં માનચેસ્ટર યુનાઇટેડ, બાયર્ન મ્યુનિક, માનચેસ્ટર સિટી, પેરિસ સેન્ટ જર્મન, લિવરપુલ, ચેલ્સી અને આર્સેનલનો સમાવેશ થાય છે. આ તમામ જંગી આનવક ધરાવે છે. આ સત્રના ગાળાના દરમિયાન બાર્સેલોનાની કુલ કમાણી ૫૫૮૯ કરોડ રૂપિયા રહી હતી.
છેલ્લા વર્ષની તુલનામાં બાર્સેલોનાને ફાયદો થયો છે. તેની રેન્કિંગમાં સુધારા થયો છે. સતત ત્રણ વખત તાજ જીતનાર રિયલ મેડ્રીડ ક્લબ ૧૨મી વખત યાદીમાં પ્રથમ સ્થાન પર છે. આ પહેલા વર્ષ ૨૦૧૪-૧૫માં તે યાદીમાં ટોપ પર રહી હતી. એકાઉન્ટિંગ કંપની ડેલાઇટ દર વર્ષે ફુટબોલ ક્લબના રાજસ્વના આધારે આંકડા જારી કરે છે. તેના આધાર પર રેન્કિંગ જારી કરવામાં આવે છે. આ વખતે ૨૨મી વખત યાદી જારી કરવામાં આવી છે. તમામ ક્લબોને વર્ષ ૨૦૧૭-૧૮ની સિજનના ગાળા દરમિયાન બ્રોડકાસ્ટિંગ, કોમર્શિયલ રાઇટ્સ, મેચ ડેની કમાણી અને અન્ય બાબતોના આધાર પર રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. આ વખતે જારી ટોપની ૩૦ ટીમોની આવક પણ દર્શાવવામાં આવે છે.
ફુટબોલની દુનિયામાં કુલ કમાણી આશરે ૬૭ હજાર કરોડ રૂપિયા દર્શાવવામાં આવી છે. જંગી કમાણી કરનાર ક્લબની તરફથી દુનિયાના તમામ ફુટબોલ સ્ટાર હાલમાં રમી રહ્યા છે. જેથી ક્લબોની મેચ પણ રોમાંચક રહે છે.