નવી દિલ્હી : સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને રોજગાર અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના નિર્ણય પર પ્રતિબંધ મુકવા માટેની માંગ કરીને દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણીને મંજુરી આપી દેવામાં આવી છે. કોર્ટે આ વ્યવસ્થા પર હાલમાં કોઇ પણ પ્રકારના પ્રતિબંધને ઇન્કાર કર્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે સરકારને આ મુદ્દા પર નોટીસ જારી કરી હતી. તરત રોકથી ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે તે પોતાના સ્તર પર આ મામલામાં નિરીક્ષણ અને અભ્યાસ કરશે.
સુપ્રીમ કોર્ટમાં બંધારણીય સુધારા મારફતે આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત લાગુ કરવા પર પ્રતિબંધ મુકવા માટે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં તાત્કાલિક રોક માટેની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અનામત પર પ્રતિબંધ મુકવા માટેનો સાફ ઇન્કાર કર્યો છે.
જા કે કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી છે. સુનાવણી માટે આ અરજીને સ્વીકારી લેવામાં આવી છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને ૧૦ ટકા અનામત આપવા માટે કેન્દ્ર સરકારના નવા એક્ટની સામે સુપ્રીમ કોર્ટમાં એક અન્ય અરજી પણ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં તહસીન પુનાવાલા તરફથી પણ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દલીલ કરવામાં આવી છે કે બંધારણન મુળ ભાવનાની સાથે ચેડા કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં કેટલીક અરજી અનામતને લઇને દાખલ કરવામાં આવી ચુકી છે. આ મામલે હવે સુનાવણી હાથ ધરાશે.